મોરબી રેડિયોમાં આજે સાંભળો મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરાને

- text


‘મોરબી અપડેટ’નો સફળતા પૂર્વક ત્રીજા વર્ષમાં પ્રવેશ : ‘મોરબી અપડેટ’ની જર્ની વિશે થશે રસપ્રદ ચર્ચા

મોરબી : મોરબીવાસીઓ સમક્ષ હંમેશા સત્યનું પ્રતિબિંબ મુકનાર તેમજ અનેક પ્રજાલક્ષી પ્રશ્નોને વાંચા અપાવનાર ‘મોરબી અપડેટે’ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે એક નાના એવા છોડમાંથી વટવૃક્ષમાં રૂપાંતરિત થયેલા ‘મોરબી અપડેટ’ની સફળતાનુ રહસ્ય અને ભવિષ્યના આયોજનો વિશે આજે મોરબી રેડીયોમાં ‘મોરબી અપડેટ’ના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા સાથે રસપ્રદ સંવાદ થવાનો છે.

‘મોરબી અપડેટ’ની શરૂઆત ૨૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ થઈ હતી. સિનિયર પત્રકાર દિલીપભાઈ બરાસરાએ લોકોના પ્રશ્નોને ત્વરિત વાચા અપાવવા તેમજ લોકોને આંગણીના વેઢે માત્ર ગણતરીની મિનિટોમાં તાજા સમાચારો મળી રહે તેવા ઉદ્દેશ સાથે ‘મોરબી અપડેટ’ નામનું નાનું એવું સોપાન શરૂ કર્યું હતું. ખૂબ ટૂંકા ગાળામાં ‘મોરબી અપડેટ’ની એક વિશાળ ટીમ પણ બની. તમામની મહેનત અને નિષ્ઠાથી ‘મોરબી અપડેટ’ મોરબીવાસીઓના દિલ જીતવામાં સફળ રહી.

મોરબીવાસીઓએ પણ અતૂટ પ્રેમ આપીને ‘મોરબી અપડેટ’ને હર્ષભેર અપનાવ્યું. જેના પરિણામે ‘મોરબી અપડેટ’ની ટીમનો ઉત્સાહ પણ બેવડાયો હતો. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં મોરબીવાસીઓના સહયોગથી મોરબી અપડેટે મોરબી જિલ્લામાં પોતાનું આગવું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે. ગઈકાલે ‘મોરબી અપડેટે’ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે મોરબી રેડિયોમા દરરોજ રાત્રે ૯ થી ૧૦ દરમિયાન ટેલિકાસ્ટ થતા મહેમાનો ઓ વહાલા કાર્યક્રમમાં ‘મોરબી અપડેટ’ના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરવાના છે.

- text

આ રસપ્રદ સંવાદમાં દિલીપભાઈ બરાસરા’ મોરબી અપડેટ’ની સમગ્ર જર્ની પોતાના શબ્દોમાં વર્ણવશે. ‘મોરબી અપડેટ માત્ર બે વર્ષમાં ટૂંકા ગાળામાં સફળ રહ્યું, કેવા કેવા અનુભવો મળ્યા અને મોરબી અપડેટની ભવિષ્યની સફર કેવી છે વગેરે મુદ્દાઓ પર દિલીપભાઈ બરાસરા પોતાની વાતો રજૂ કરશે. તો આજે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text