મોરબીમાં રાજ્ય કક્ષાની ચક્કર નિદાન કોન્ફોરન્સ યોજાશે

- text


મોરબી : ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત મોરબી ખાતે રાજ્ય કક્ષાની બે દિવસીય ચક્કર નિદાન અંગેની કોન્ફોરન્સ યોજાનાર છે. તા.૬ તથા ૭ એપ્રિલ ૨૦૧૯ શનીવાર તેમજ રવિવારના રોજ શહેરના ડો. સતિષ જૈન કોન્ફોરન્સ હોલ, ઓમ ઈ.એન.ટી. હોસ્પીટલ, સાવસર પ્લોટ-૬ ખાતે આયોજિત કોન્ફ્રાન્સમાં રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંત તબિબો ચક્કર આવવાના કારણો તેમજ એ અંગેના નિદાન વિશે માર્ગદર્શન આપશે.

ડો. શ્રીનિવાસન દોરસાલા-બેંગલોર, ડો. અવિનાશ બિજલાણી દીલ્હી, ડો. સંદીપ શર્મા- લુધીયાણા, ડો. ચારુહાસ જગપત. ધુલે, ડો. રમેશ રોહીવાલ. ઔરંગાબાદ, ડો. સુર્યપ્રકાશ. બેંગલોર, ડો. સ્વરૂપ મિશ્રા. ભુવનેશ્વર, ડો. દર્શન ભટ્ટ. રાજકોટ, ડો. નિલય શાહ. આણંદ, ડો. પ્રિતી મડાન. લુધીયાના સહીતના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. તેમજ ચક્કરની તપાસના સાધનોની તાલીમ દરેક પાર્ટીસિપેન્ટ ડોક્ટર્સને આપવામાં આવશે તેમ ડો. હીતેશ પટેલ, ડો. પ્રેયશ પંડ્યા, ડો. હીતેશ બી. શાહે એક યાદીમાં જણાવ્યુ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text