મોરબી : રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પેલીકન પક્ષીને બચાવાયું

- text


 

મોરબીના રાજપર ગામે પેલીકનને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પક્ષીને નવજીવન અપાયું

મોરબી : મોરબીના રાજપર ગામે પેલીકન પક્ષી ધાયલ અવસ્થામાં તરફડીયા મારી રહ્યું છે એવી જાણ થતા “યુનાઇટેડ યુથ જીવદયા” એ મોરબી વન વિભાગનો સંપર્ક સાધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પક્ષીને સ્થળ પર પ્રાથમિક સારવાર આપી બાદમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયું હતું.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઘાયલ થયેલું પેનિકન નામનું એક પક્ષી મોરબીના રાજપર ગામે આવેલા તળાવમાં આવી ચડ્યું હતું. ધાયલ પક્ષીના જીવ ઉપર જોખમ ઉભું થયું હતું એ બાબતની જાણ “યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપને” થતાં તે મોરબી વન વિભાગના ફોરેસ્ટર કરશનભાઇ આર ગોહિલ, વનરક્ષક કે.ડી.બડીયાવદરા, આર વી કુકડીયા સહિતના સ્ટાફ સહિત રાજપર ગામે દોડી ગયા હતા અને તળાવમાં રહેલ ધાયલ પક્ષીને બચાવી લેવા તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધયુ હતું. તળાવમાં કાદવ યુક્ત પાણીમાં ખૂંપી ગયેલા પેલીકન પક્ષીને ભારે જહેમતના અંતે તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. જોકે ધાયલ પક્ષીની પાંખના હાડકા સંપૂર્ણ પણે તુટી ગયેલ હોય આજીવન ઉડી શકે એવી સ્થિતિમાં ન હોવાથી તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે પક્ષીને હોસ્પિટલમાં પહોચાડ્યું હતું. વનતંત્ર તથા સંસ્થાઓ દ્વારા આ અગાઉ પણ ત્યા એક પેલીકનનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો હતો. આ વખતે ફરી વધુ એક સફળ કામગીરી કરીને ઘાયલ પક્ષીનો જીવ બચાવ્યો હતો.

- text