મોરબી : સીરામીક કંપની સામે ભૂખ હડતાલ પર ઉતરેલાં ૨૩ શ્રમિકોની અટકાયત

- text


સીરામીક એકમની અરજીના પગલે પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબીના લીલાપર ગામે સીરામીક કંપની સામે મજૂરો છેલ્લા કેટલાક સમયથી ભૂખ હડતાલ કરીને અદોલન ચલાવી રહ્યા છે.ત્યારે સીરામીક કંપનીની અરજીના આધારે તાલુકા પોલીસે ભૂખ હડતાલ પર બેઠેલા 23 મજૂરોની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના લીલાપર ગામે આવેલી લિવેન્ટ સીરામીક કંપની સામે મજૂરો પોતાને મળવાપત્ર મજૂરીના હક્ક હિસ્સા મામલે ઘણા સમયથી ભૂખ હડતાલ કરીને આંદોલન ચલાવી રહ્યા છે.જોકે ભૂખ હડતાલ પર ઉતરેલાં મજૂરોએ સીરામીક કંપની પાસેથી યોગ્ય ન્યાય મેળવવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી અને સીરામીક કંપનીને તાળાબંધી પણ કરી હતી. દરમ્યાન આજે સીરામીક કંપનીએ આ મજુરો સામે કાર્યવાહી કરવા તાલુકા પોલીસને અરજી કરી હતી.જેના પગલે તાલુકા પોલીસે લીલાપર ગામે ભૂખ હડતાલ પર ઉતરેલાં 18 પુરૂષો અને 5 મહિલા સહિત કુલ 23 મજૂરોની કલમ 107 અને 151 હેઠળ અટકાયત કરીને મામલતદાર સમક્ષ રજુ કર્યાહતા.

- text

 

- text