હળવદ : સાબુના બાકી પૈસાની ઉઘરાણી મામલે દુકાનદારને ધમકી અપાઈ

- text


છ શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદ : હળવદમાં રહેતા દુકાનદારએ સાબુના બાકી પૈસાની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા છ શખ્સોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે દુકાનદારની ફરિયાદ પરથી છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેમાંથી મળતી વિગતો અનુસાર મૂળ ટિકરના વતની અને હાલ હળવદની એસ.બી.આઇ.બેન્ક પાછળ આવેલ વસંત પાર્કમાં રહેતા અને દુકાન ધરાવતા કાન્તિલાલ કરશનભાઈ એરવાડિયાએ હળવદના મલવાસમાં રહેતા હિંમત ખેતાભાઈ, સુરેશ ઉફે સદીયો, સંજય સુરેશ, નવઘણ ઉફે નોડી, શ્રવણ અને દામજી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા 22ના રોજ આરોપીઓ પાસેથી દુકાનદારને સાબુના પૈસા લેવાના બાકી હોય આ પૈસાની ઉઘરાણી કરવા તેઓ આરોપીઓના ઘરે ગયા હતા.જેનો ખાર રાખી આરોપીઓ તેમની દુકાને આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ ફોન પર પણ ધમકી આપી હતી.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text