મોરબી જિલ્લા પોલીસની કડક વાહન ચેકીંગ ઝુંબેશ : રૂ. ૩૦ હજારનો દંડ વસુલાયો

- text


૧૩૫ વાહન ચાલકો સામે કેસ :૧૯ વાહન ડિટેઇન કરાયા : દારૂ પીને વાહન ચલાવતા ૫ પકડાયા

મોરબી : મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે સઘન વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ૧૩૫ વાહનચાલકો સામે કેસ નોંધીને રૂ. ૩૦ હજારના દંડની વસુલાય કરી હતી. આ સાથે પોલીસે દારૂ પીને વાહન ચલાવતા ૫ શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે અલગ અલગ ચેક પોઇન્ટ પર સઘન વાહન ઝુંબેશ ચલાવી હતી. જેમાં ૪૪૩ વાહનોને ચેક કરીને કાયદાનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે દંડનિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભયજનક રીતે વાહન ચલાવતા ૪, ટ્રાફિકને નડતરરૂપ ૨ , દારૂ પીને વાહન ચલાવતા ૫ સહિત કુલ ૧૩૫ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યો હતો. આ સાથે ૧૯ વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતાં. આ ચેકીંગ ઝુંબેશમાં જિલ્લા પોલીસે કુલ રૂ. ૩૦,૬૦૦ના દંડની વસુલાત પણ કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

પ્રતીકાત્મક ફોટો

 

- text