વાંકાનેરમા અજાણ્યા તસ્કરો એક્ટિવા ઉઠાવી ગયા

- text


વાંકાનેર : વાંકાનેરના પ્રતાપ રોડ પરથી અજાણ્યા તસ્કરો એક્ટિવા ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે એક્ટિવાના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના પ્રતાપ રોડ પર શ્રીમાન સોસાયટીમા પાર્ક કરવામાં આવેલ ગ્રે કલરનું એક્ટિવા અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા. આ મામલે એક્ટિવાના માલિક સાગરભાઈ વિનોદરાય લાખાણી ઉ.વ. ૨૪એ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text