હડમતિયામાં પ્રજાસતાક પર્વની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી

- text


કન્યા કેળવણીને પ્રોતસાહિત કરવાના હેતુસર રાજ્ય સરકારના પરિપત્રને આધિન ગામમાં સરકારી શાળામાં ભણેલી અને સૌથી વધુ અભ્યાસ કરેલ કન્યાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામા ૭૦માં પ્રજાસતાકપર્વની સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય તેમજ રાષ્ટ્રગાન શરુ કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ શ્રી અેમ.અેમ.ગાંધી વિધાલય, શ્રી કન્યા તાલુકાશાળા તેમજ શ્રી કુમારશાળાના વિધાર્થીઅો દ્વારા સ્વાગતગીત…સ્વાગતમ સ્વાગતમ, પાપા મેરે પાપા, અે વતન, જલવા જલવા, જહા પાવ મે પાયલ, ઘુંમર ઘુંમર, ઘર આયા પરદેશી જેવા દેશભક્તિ ગીત તેમજ બાળકો દ્વારા પિરામીડ તૈયાર કરી સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તેમજ નાના બાળકો દ્વારા આજના યુગમાં પોલિસતંત્રમાં તેમજ માનવ સમાજમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે અભિનય કરી બાળકોઅે નવો રાહ ચિંધીને સમાજને નાટક દ્વારા પોતાનું કૌતુક બતાવી સૌ કોઈને દંગ કરી દિધા હતા.

તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા દાતાશ્રીઅો દ્વારા તમામ બાળકોને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપવાના હેતુસર સરકારશ્રીના પરિપત્રને આધિન ગામમા સરકારી શાળામાં ભણેલી અને સૌથી ઉચ્ચ અભ્યાસ અેમ.અેસ.સી ફિઝિક્શ ની ઉપાધિ પ્રાપ્ત કરેલ કુ. સંઘાત જલધારા પરસોતમભાઈ ના વરદ હસ્તે રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી

- text

તેમજ ગામના સરપંચશ્રી તેમજ આચાર્યશ્રીના વરદ હસ્તે કુ. જલધારા ને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવેલ. કુ. જલધારા પી. પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિકશાળામાં તેમજ અેસ.અેસ.સી. શિક્ષણ ગામની જ માધ્યિકશાળામા મેળવેલ.

પ્રજાસતાકપર્વની ઉજવણીના પ્રસંગે સરપંચશ્રી, માજી સરપંચશ્રીઅો, સંસ્થાઅોના પ્રમુખશ્રીઅો, ટ્રસ્ટીશ્રીઅો તેમજ મોરબી જીલ્લા પંચાયત સદસ્ય શ્રીમતિ દિનાબેન કામરીયા, ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જીવણસિંહ ડોડિયા, આચાર્યશ્રીઅો, શિક્ષકગણ, વિધાર્થીગણ,વાલીગણ તથા ગ્રામજનો બહોળી સંખ્યામા જોવા મળ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text