મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રે મોતનો મલાજો પણ ન જાળવ્યો

- text


પી.એમ.રૂમમાં કોલ્ડ સ્ટોરેજ બંધ થવાથી ૪ મૃતદેહ રઝળી પડયા : મૃતદેહોને જમીન પર સુવડાવાયા

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની અક્ષમ્ય બેદરકારી ફરી છાપરે ચડીને પોકારી છે. પી.એમ.રૂમના કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જતા ૪ મૃતદેહ રઝળી પડયા હતા અને સિવિલના નફ્ફટ તંત્રએ મૃતદેહોને જમીન પર સુવડાવી દેતા દુર્ગધ ફેલાવા લાગતા સિવિલ હોસ્પિટલ તંત્રએ મોતનો મલાજો ન જાળવીને ઘોર બેદરકારી દાખવ્યાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મોરબીનું સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓને સુવિધાના બદલે દુવિધાઓ આપવા માટે પંકાય ગયું છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની શરમજનક બેદરકારી પ્રકાશમાં આવી છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવેલા પી.એમ.રૂમના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને સાચવીને રાખવામાં આવે છે જેમાં થોડા દિવસ પહેલા એક બિનવારસી મૃતદેહ આવ્યો હતો આજ સમયે અન્ય ત્રણ મૃતદેહો પણ પી એમ રૂમમાં આવ્યા હતા.પરંતુ અણીના સમયે જ કોલ્ડ સ્ટોરેજ બંધ હતો.જોકે છેલ્લા કેટલાક દિવસોથી આ કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે. આથી મૃતદેહનું પી.એમ.કર્યા બાદ કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાથી નીચે જમીન પર બરફની પાટ રાખીને ડેડબોડીને સુવડાવી દેવામાં આવી હતી.

- text

જોકે એક મૃતદેહને કોફીનમાં રાખી દેવામાં આવ્યો હતો અને જમીન પર રાખેલા મૃતદેહમાંથી દુર્ગધ ફેલાવા લાગતા હોસ્પિટલના પીએમ વિભાગ પાસેથી નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું અને સિવિલ હોસ્પિટલ તંત્રએ માનવતા નેવે મૂક્યાની શરમજનક બાબત છાપરે ચડીને પોકારી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text