મોરબી ગેંગવોર પ્રકરણ : મીથીલેશને અમદાવાદના મનોજસિંગ મારફત સોપારી મળી હતી

- text


રિમાન્ડ દરમ્યાન આરોપી મુખ્ય શૂટર મિથીલેશની ચોંકાવનારી કબૂલાત : શૂટરોને ફાયરીગ કરવા માટે રૂ 2 -2 લાખ આપવાનું નક્કી થયું હતું

મોરબી: મોરબીના કાલિકા પ્લોટમાં ફાયરીંગ પ્રકરણમાં પોલીસે વધુ ચાર આરોપી ઝડપી લીધા છે. આ પહેલા ઝડપાયેલા શાર્પશૂટર સહિતના બે આરોપીના ગુરુવાર સુધીના પોલીસ રિમાન્ડ પૂરા થતા બંનેને જેલહવાલે કર્યા છે.

મોરબીના કાલિકા પ્લોટમાં એક માસ પૂર્વે થયેલા ફાયરીંગ પ્રકરણમાં એક નિર્દોષ માસૂમ બાળકનો ભોગ લેવાયા બાદ ફાયરીંગ અને હત્યાનો ગુન્હો નોંધાયો હતો. જેમાં અગાઉ કુલ છ આરોપી ઝડપાયા બાદ એક શાર્પ શુટર મીથીલેસ રામજી પાઠક રહે- સોઢીલા બિહાર વાળાને એ.ટી.એસની ટીમે બિહારથી ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપી વિજયસિંહ એચ. ચુડાસમા, મુળુરાજસિંહ એ. જાડેજા અને ઋષિ ડી. મેહતા સહિતના ત્રણય આરોપીઓએ પોલીસ સમક્ષ શરણાગતી સ્વીકારી હતી. જે પૈકીના શાર્પ શૂટર મીથીલેસ રામજી પાઠક અને મુળુરાજસિંહ જાડેજાના ગુરુવાર સુધીના રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજુ કરી બાકી રહેલા બંને આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

- text

રિમાન્ડ દરમ્યાન પોલીસ પાસે પોપટ બની ગયેલા શાર્પ શૂટરે દરેકને આ કામ દીઠ ૨-૨ લાખ રૂપિયા મળવાની વાત કબૂલી હતી. કાલિકા પ્લોટ ફાયરીંગ પ્રકરણમાં શરૂઆતની ધીમી તપાસ બાદ એ.ટી.એસની ટીમે શાર્પશૂટરને બિહારથી દબોચી લીધો હતો. જેની રિમાન્ડ દરમિયાન આકરી પૂછરપછ કરતા ફાયરીંગ માટે આવેલા પ્રોફેશનલ શૂટરોને ૨-૨ લાખની રકમ મળવાની હતી તેવી કબુલાત આપી છે. જેમાં શાર્પશૂટર મીથીલેસે મૂળ યુ.પીના અને હાલ અમદાવાદ રહેતા મનોજસિંગ મારફત હિતુભાના સંપર્કમાં આવ્યો હોવાની કબુલાત આપી છે. જોકે મનોજસિંગ અને હિતુભાના કનેક્શન વિષે કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી મળી શકી નથી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text