મોરબીમાં તસ્કરોને રોકડા ન મળતા કલર ઉપાડી ગયા ! ગુલ્ફી પણ ખાધી

- text


પીપળીયા ચાર રસ્તે એક સાથે સાત-સાત દુકાનોમાં ખાતર પડ્યું : તાલુકા પોલીસ કહે અહીં આવો તો તપાસ કરીએ !

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તે તસ્કરોએ હાહાકાર મચાવી એક સાથે સાત-સાત દુકાનોમાં ખાતર પડતા ચકચાર જાગી છે, જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે એક સાથે સાત દુકાનોના શટર તૂટ્યા હોવા છતાં મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે જવાને બદલે દુકાન માલિકોને તાલુકા પોલીસ મથકે બોલાવ્યા હતા.

ઘટના અંગે જણવા મળ્યા મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક ગઈકાલે રાત્રીના તસ્કરોએ એક સાથે સાત-સાત દુકાનોના તાળા તોડી નિરાંતે ચોરી કરી હતી જો કે મોટાભાગની દુકાનોમાં પરચુરણ સિવાય કશું જ હાથ લાગુ ન હોવાથી તસ્કરોએ એક કલરની દુકાનમાંથી મોટાપાયે કલરના ડબલાની ચોરી કરી હતી.

- text

વધુમા પીપળીયા ચાર રસ્તા નજીક થયેલી આ ચોરીમાં તસ્કરો ખાવા પીવાની ચીજો પણ સાથે લઈ ગયા હતા અને એક આઈસ્ક્રીમની દુકાનમાં નિરાંતે બેસી કડકડતી ઠંડીમાં કેન્ડી ખાવાની મજા માણિ હતી આ ઉપરાંત અન્ય ફૂટવેરની દુકાનમાંથી બુટ અને ચપ્પલ પણ ચોરી ગયા હતા.

બીજીતરફ સાત-સાત દુકાનમાં ચોરી થવાની આ ગંભીર ઘટનામાં મોરબી તાલુકા પોલીસે વિચિત્ર વલણ અપનાવી ઘટનાસ્થળે જવાને બદલે વેપારીઓને ફરિયાદ કરવી હોય તો પોલીસ મથકે આવો તેવો રોકડો જવાબ પરખવાતા આશ્ચર્ય સર્જાયું છે.

- text