મોરબીમાં કેનાલમાં ગરક થયેલા યુવાનની ત્રણ દિવસે લાશ મળી

- text


લખધીરપુર રોડ ઉપર કેનાલમાં હાથ ધોવા જતા ડૂબ્યો હતો યુવાન

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં ગરક થઈ ગયેલા યુવાનની ત્રણ દિવસ બાદ લાશ મળતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. જો કે ડૂબેલા યુવાનને બચાવવા જિલ્લા કલેક્ટરથી લઈ પાણી પુરવઠા વિભાગ સુધી લેખિત જાણ કરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં ન આવ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર પસાર થતી કેનાલમાં ત્રણ દિવસ પૂર્વે હાથ ધોવા ગયેલો રાજેશ તરુણભાઈ વડગામા રે.વર્ધમાનનગર લાલબાગ નામનો યુવાન ગરકાવ થયા બાદ પરિવારજનો દ્વારા જીલ્લા વહીવટી તંત્ર અને મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જો કે ગંભીર ઘટના અંગે સરકારના એક પણ વિભાગે કેનાલમાં લાપતા બનેલ યુવાનને શોધવા તસ્દી લીધી ન હતી.

- text

બીજી તરફ ત્રણ દિવસ બાદ કેનાલમાં ગરક થયેલા રાજેશ તરુણભાઈ વડગામાની લાશ મળી આવતા વડગામા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મૃતક યુવાનની ફાઇલ તસ્વીર

- text