મોરબી શહેરમાં રામચોક સુધી ટ્રક ઘુસી ગયો : ટ્રાફિક જામ

- text


 

પરપ્રાંતિય ટ્રક ચાલક અજાણતા નો-એન્ટ્રીમાં ઘૂસ્યો : લાંબી રકઝક બાદ કાનૂની કાર્યવાહી

મોરબી : મોરબી શહેરમાં ભારે વાહનોને પ્રવેશવા ઉપર પ્રતિબંધ હોવા છતાં મહારાષ્ટ્ર પાસિંગનો ટ્રક શહેર આખું ચીરી છેક રામચોક સુધી ઘુસી જતા અફડા તફડી મચી ગઇ હતી અને ટ્રાફિક જામ પણ થયો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી શહેરમાં ટ્રક સહિતના ભારે વાહનો માટે નો એન્ટ્રી હોવા છતાં ગત સાંજના સમયે મહારાષ્ટ્ર પાસિંગનો ટ્રક છેક રામચોક સુધી પહોંચી જતા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ ઊંઘતું ઝડપાઇ ગયુ હતું.

બીજી તરફ મસમોટો ટ્રક રામચોક સુધી આવી જતા અટકાવાયો હતો જો કે ટ્રક ચાલકે ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ ન હોય અજાણતા આવી ગયાનું રટણ કર્યું હતું આમ છતાં લાંબી રકઝક બાદ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text