ટંકારા : સગીરાનું અપહરણ કરનાર સાડા પાંચ વર્ષે પકડાયો

- text


ટંકારા : ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણ અને રાયોટિંગના ગુન્હામાં છેલ્લા સાડા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પીએસઆઇ આર.એ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના હેડ.કોન્સ પી.જે.પરમારને ખાનગી રાહે હકીકત મળેલ કે ટંકારા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુન્હા રજી. ૨૬/૨૦૧૩ આઇ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭,૧૪૯,૩૬૩,૩૨૫ ના કામનો નાસતો ફરતો આરોપી કલમભાઇ જેતુભાઇ તડવી, ઉવ ૨૬ રહે. બંધઘુસબેડા તળવી ફળીયુ પો.સ્ટે. આંબવા તા જી- અલીરાજપુર (એમ.પી) વાળો તથા આ કામના ભોગ બનનાર હાલ પોતાના માતા પિતાને મળવા વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે આવનાર હોવાની બાતમી મળતા આ કામે મીતાણા ચોકડી ખાતે વોચ ગોઠવી આરોપી કલમ તડવીને ભોગ બનનાર સાથે પકડી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text

- text