ઘડિયા લગ્ન ! મોરબીનો ટ્રેન્ડ નવસારી પહોંચ્યો

- text


મૂળ મોરબી જિલ્લાના નવસારીમાં રહેતા પાટીદાર પરિવારે સગાઈમાં જ લગ્નવિધિ સંપ્પન કરી

મોરબી : દેખાદેખી બંધ કરી લગ્ન સમારોહમાં ખોટા ખર્ચ બંધ કરવા મોરબીમાં શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા હવે મોરબીના સીમાડા ઓળંગી નવસારી સુધી પહોંચી છે, મૂળ મોરબી જિલ્લાના પાટીદાર પરિવાર હાલ નવસારી સ્થાયી થયેલ હોય મોરબીના ટ્રેન્ડ મુજબ ચટ્ટ મંગની પટ્ટ બ્યાહની રીતરસમ અપનાવી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

- text

મોરબી માં ઉમિયા સમુહલગ્ન સમિતિના વડીલોની અપીલને સર આંખો ઉપર ચડાવી પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી ચટ્ટ મંગની પટ્ટ બ્યાહની ઘડિયા લગ્નની પરંપરા અનુસરીને નવસારીમાં લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મૂળ મોરબીના પીપળી ગામના રહેવાસી ચંદુભાઈ મહાદેવભાઈ જેઠલોજાની સુપુત્રી ચિ. કોમલની સગાઇવિધિ મૂળ આમરણ અને હાલમાં નવસારી રહેતા કાંતિભાઈ અવચરભાઈ પાંચોટિયાના સુપુત્ર ચિ. ભાર્ગવ સાથે નક્કી કરવામાં આવી હતી જેમાં બંને પરિવારો દ્વારા માદરે વતનમાં શરૂ થયેલ નવી પરંપરા મુજબ ઘડિયા લગ્ન કરવા આપસી સહમતી સાધવામાં આવતા ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ ઉક્તિની જેમ મહેમાનો સગાસ્નેહીઓની ઉપસ્થિતિમાં લગ્નવિધિ સાદાઈ પૂર્વક સંપ્પન કરી ખર્ચ બચાવવાની સાથે સમાજની રીતિ-નીતિનું પાલન કરવામાં આવ્યું હતું.

- text