મોરબી, માળિયાના ત્રણ ગામોના સીસી રોડ મંજુર કરાવતા પૂર્વ ધારાસભ્ય અમૃતિયા

- text


ગાળા, જેતપર અને મોટાભેલા ભાવપરના માર્ગો 87 લાખના ખર્ચે નવા બનશે

મોરબી : મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆત અને સઘન પ્રયત્નથી ગુજરાત સરકારની સૂવિધાપથ યોજના અંતર્ગત મોરબી તાલુકાના ગાળા, જેતપર અને ભાવપર ગામને જોડતા મુખ્યમાર્ગો 87 લાખના ખર્ચે બનાવવા સરકારે મંજૂરી આપી છે.

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાના જણાવ્યા મુજબ મોરબી તાલુકાના નેશનલ હાઇવેથી ગાળા ગામ સુધીનો આશરે 300 મીટર એમડીઆર રોડ 30 લાખના ખર્ચે સીસી રોડ બનાવાશે જયારે જેતપર (મ) થી રાપર આશરે 300 મીટર વિલેજ રોડ સીસી રોડ બનાવવા અંદાજે રૂપિયા 25 લાખના ખર્ચે તેમજ
માળિયા તાલુકાના સ્ટેટ હાઇવેથી મોટાભેલા ભાવપર આશરે 400 મીટર વિલેજ રોડ સીસી રોડ બનાવવા અંદાજે રૂપિયા 32 લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યા છે જેના જોબ નંબર આપવામાં આવ્યા છે પ્રક્રિયા પૂર્ણ થયે કામ પ્રારંભ કરવામાં આવશે।

- text

આ કામો મંજુર થવાથી સંબંધિત ગ્રામજનોની સુવિધામાં વધારો થશે મોરબી માળિયા વિધાનસભા વિસ્તારને પૂર્ણ સુવિધાયુક્ત બનાવવાનું કાંતિભાઈ અમૃતિયાનું અભિયાન પુર જોશમાં ચાલુ હોવાનું તેઓએ અંતમાં જણાવ્યું હતું.

- text