મોરબીમાં સિરામિક એકમોમાં જીએસટીના દરોડા : એક કરોડની ટેક્સ ચોરી ઝડપાઇ

- text


તહેવાર ટાણે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચોરી ઝડપી લેવા કેન્દ્રીય એજન્સીઓ સક્રિય બનતા ઉદ્યોગકારો મૂંઝવણમાં

મોરબી : દિવાળીના તહેવાર ટાઈમે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચોરી ઝડપી લેવા કેન્દ્રીય એજન્સીઓ સક્રિય બની છે અને મોરબીના વીટ્રીફાઈડ ટાઇલ્સ એકમોમાં દરોડા પાડી એક કરોડની ટેક્સ ચોરી ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે તો બીજી બાજુ ઉદ્યોગકારોની મૂંઝવણમાં વધારો થયો છે.

રાજકોટ સીજીએસટી હેડક્વાર્ટર પ્રિવેન્ટીવ વિંગ અને જીએસટીઆઈ રીજીઓનલ યુનિટ સ્ટાફ દ્વારા એક જ દિવસમાં સર્ચની કાર્યવાહી હાથ ધરી વોલ ટાઈલ્સના યુનિટમાંપી રૂ.૧ કરોડથી વધુની જીએસટી અને એક્સાઈઝની ચોરી ઝડપી લીધી હતી જયારે મોટાગજાના વીટ્રીફાઈડના યુનિટમાં પ્રિવેન્ટીવ ટીમે સર્ચ કરી માત્ર પાંચ કલાકમાં કાર્યવાહી આટોપી રૂ.૧૦ લાખની ચોરી ઝડપી કાર્યવાહી કર્યાનો સંતોષ માન્યો હતો .

- text

મોરબી નજીક લખધીરપુર રોડ પર આવેલ એક વોલ ટાઈલ્સના નાના યુનિટમા
જીએસટીઆઈના અધિકારીઓએ ગહન અભ્યાસ કર્યા બાદ સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી અને સતત બે દિવસ સુધી સર્ચની કાર્યવાહી જારી રાખી રૂ.૧ કરોડની આસપાસની ચોરી ઝડપી લીધો હતી અને તેમાં ઓન ધી સ્પોટ રૂ.૫૦ લાખની રીક્વરી પણ કરી લેવામાં આવી હતી.

જયારે અન્ય બાકી રહેતી રકમની રીક્વરી પણ ટુંક સમયમાં કરી લેવામાં આવશે જયારે હેડક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમે પીપળી રોડ ઉપર મોટું પ્રોડક્શન ધરાવતા વીટ્રીકાઈડ યુનિટમાં સર્ચની કાર્યવાહી કરી હતી અને માત્ર પાંચ કલાકમાં જ કાર્યવાહી આટોપી લઈ રૂ.૧૦ લાખની અંદરની ચોરી ઝડપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text