મોરબી પાલિકાએ બે દિવસમાં ૫૫ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો પકડ્યો

- text


શહેરમાં પ્લાસ્ટિક પ્રતિબંધની ચુસ્ત અમલવારી કરાવવા માટે તૈયાર કરેલી ખાસ ટીમે દુકાનોમાં ચેકીંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરી
મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધની ચુસ્ત અમલવારી કરવા માટે ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા શહેરમાં પ્લાસ્ટિકનો વપરાશ કે સંગ્રહ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં ૫૫ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક પકડી પાડી આ પ્લાસ્ટિકનો સંગ્રહ કરનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યા છે.

- text

મોરબી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ અમલવારી માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે આ ટીમના નરેન્દ્રસિંહ રાઠોડ, શક્તિ મકવાણા, હમીર ગોગરા, રમેશ રબારી અને મહેશ રબારી સહિતનાએ ગઈકાલે પાંચ હોલસેલરને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ત્રણ સ્થળેથી પ્લાસ્ટીકના ઝબલા સહિતનો પ્રતિબંધિત સામાન મળી આવ્યો હતો અને કુલ ૨૫ કિલો ઝબલા તેમજ ૮૦૦ પ્લાસ્ટીકના ગ્લાસ જપ્ત કર્યા છે અને ત્રણ વેપારીઓને ૧૫૦૦ રૂ. નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પાલિકાની આ ખાસ ટીમે આજે પણ ચેકીંગ યથાવત રાખીને કન્યા છાત્રાલય પર આવેલી દુકાનોમાંથી ૩૦ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો પકડી 2200 રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે

- text