મોરબીના શનાળા રોડ ઉપરથી બાઇક છુમંતર

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર ડો. બાવરવાની હોસ્પિટલ નીચેથી બાઇકની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર ડો. બાવરવાની હોસ્પિટલની નીચે પુજારા ટેલિકોમની સામે આવેલા મહેશ્વરી મેડિકલ પાસે પાર્ક કરવામાં આવેલ હીરો હોન્ડા સિડી ૧૦૦ બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ગયો છે. બનાવ સંદર્ભે બાઈકન માલિક મનીશભાઈ હેમરાજભાઈ કેલાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text