મોરબીમાં સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

- text


બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભોગ બનનાર સગીરા અને આરોપીને શોધી કાઢ્યા

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ નોંધાયેલ સગીરા અપહરણના ગુન્હામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી અને સગીરાને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાંથી તા. ૧૩ ના રોજ સગીરાનું અપહરણ થતા આરોપી કાસમભાઈ શેરઅલીભાઈ મોવર ઉ.૨૬ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો. આ મામલે બી – ડીવીઝન પોલીસ મથકના પો.કોન્સ. મહેશદાન જસકરણદાન ગઢવી તથા દશરથસિંહ રણજીતસિંહ ચાવડા અને સ્ટાફે બાતમીના આધારે આરોપી કાસમને ઝડપી લઈ સગીરાને તેના વાલીઓને સોંપવા તજવીજ હાથ ધરી છે.

- text

- text