મોરબી બહુ મંદી હો ! વાહનોના વેચાણમાં 50 ટકાનો ઘટાડો

- text


નવરાત્રી દરમિયાન ફક્ત 682 ટુ વ્હીલર અને 194 ફોર વ્હીલ વેચાય

મોરબી : સિરામિક હબ અને ઔદ્યોગિક નગરી મોરબીને પણ ઓણ સાલ નબૂળું ચોમાસુ અને નાણાંકીય ભીડ નડી ગયા હોય તેમ નવરાત્રિ દરમિયાન વાહનોના વેચાણમાં 50 ટકાનો ઘટાડો નોંધાતા વાહન ડીલરો મૂંઝવણમાં મુકાયા છે.

નોટબંધી હોય કે પછી જીએસટીનો અમલ હોય મોરબીને અત્યાર સુધી ક્યારેય મંદી નડી નથી પણ ચાલુ વર્ષે ચોમાસુ સદંતર નિષ્ફ્ળ નીવડતા મોરબીમાં મંદીનો માહોલ છવાયો હોવાનું સતાવાર આંકડામાં બહાર આવ્યું છે,સામાન્ય રીતે દરવર્ષે નવરાત્રિમના શુકનવંતા મુહૂર્તમાં મોરબીઓમાં અધધ કહી શકાય તેમ 1200 થી વધુ ટુ વ્હીલર અને 400 થી વધુ ફોર વ્હીલ વેચાતા હોય છે પરંતુ ચાલુ વર્ષે વાહન વેચાણમાં 50 ટકાથી વધુ ઘટાડો આવ્યો છે.

- text

મોરબી આરટીઓ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી શેરમાં ચાલુ માસમાં તા.10 થી 18 દરમિયાન 682 ટુ વ્હીલર અને 194 ફોર વ્હીલ વેચાયા છે, મોરબીમાં જુદી-જુદી કંપનીઓના કુલ 10 ડીલર છે અને સરેરાશ નવરાત્રીમાં જે વેચાણ થાય છે તેની સરખામણીએ વર્ષે વેચાણ 50 ટાકા ઘટ્યું હોવાનું આંકડા પરથી સ્પષ્ટ બન્યું છે.પરિણામે આ વર્ષે આરટીઓને નવી સિરીઝ પણ શરૂ નથી કરી.જો કે વાહન વેચાણમાં ઘટાડો થવા પાછળ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પણ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.

- text