ઈ-કોપ ઓફ ધ મંથનો એવોર્ડ મોરબીને

- text


રાજ્યના ગૃહવિભાગ દ્વારા ઈ-કોપ ઓફ ધ મંથનો એવોર્ડ મોરબી તાલુકા મથકના પીએસઆઇ એસ.એ.ગોહિલને અપાયો

મોરબી : રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શાતિર ભેજાબાજ ગુન્હેગારોને ઝડપી લેવા બનાવવામાં આવેલ સ્માર્ટ ઈ-કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરી ગુન્હાખોરી ડામવામાં અસરકારક કામગીરી કરનાર મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.ગોહિલને રાજ્યના મુખ્ય પોલીસ મહાનિર્દેર્શક શિવાનંદ ઝાએ ઈ-કોપ ઓફ ધ મંથનો પ્રતિભાશાળી એવોર્ડ આપી સન્માન કરતા મોરબી પોલીસ બેડામાં ગર્વ અને આનંદની લાગણી પ્રસરી છે.

- text

આજના આધુનિક સમયમાં ગુન્હેગારો પણ આધુનિક બન્યા છે અને પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે ત્યારે રાજ્યના ગૃહવિભાગ દ્વારા શાતીર અને ભેજાબાજ ગુન્હેગારોને ઝેર કરવા ઈ-કોપ ગુજરાત અને આઇટીપીની સ્માર્ટ એપ પોલીસ વિભાગ માટે શરૂ કરવામાં આવી છે, જેમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.ગોહિલને ઓગષ્ટ માસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યના મુખ્ય પોલીસ મહાનિર્દેર્શક શિવાનંદ ઝા દ્વારા તેઓને ઈ-કોપ ઓફ ધ મંથનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.ગોહિલને ઈ-કોપ ઓફ ધ મંથનો એવોર્ડ મળતા સમગ્ર મોરબી જિલ્લા પોલીસ બેડામાં આનંદની લાગણી પ્રસરી છે અને અન્ય પોલીસ મથકના અધિકારીઓને પણ આવી સ્માર્ટ કામગીરી કરવા પ્રેરણા મળવાની સાથે -સાથે ગૌરવવંતો એવોર્ડ મળવા બદલ પીએસઆઇ એસ.એ.ગોહિલને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

- text