ટંકારા નજીક રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામ : બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા

- text


ફોરલેનના કામમાં ધંગધડા વગર કામગીરીના કારણે ટ્રાફિક જામ સર્જાયો : પોલીસ પણ પરેશાન

મોરબી : રાજકોટ મોરબી હાઇવે પર મંથર ગતિએ ચાલતા આડેધડ કામને કારણે આજે સાંજે ૭ વાગ્યે ટંકારા નજીક પાંચ પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.

હાલમાં મોરબી હાઇવેને ફોરલેન કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગના સુપર વિઝન વગર કોન્ટ્રાકટરના ભરોસે ચાલી રહેલ રામભરોસે કામગીરીમાં આજે ટંકારા નજીક અનસ હોટલ પાસે રસ્તાની કામગીરીના કારણે જબરો ટ્રાફિક જામ સર્જાયો હતો. અને બંને બાજુ પાંચ પાંચ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી.

- text

બીજી તરફ રોડ કોન્ટ્રાકટરના પાપે ટંકારા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે અને ભારે ટ્રાફિક જામ ક્લિયર કેમ કરાવવો તે પ્રશ્નમાં અટવાયા હોવાનું સ્થળ ઉપર જાણવા મળ્યું છે.

- text