સ્કાય મોલ ખાતે નવરાત્રિને આવકારતા ફ્લેશમોબમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝુમ્યા

- text


મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજન અંતર્ગત નવરાત્રિને આવકારવા અનોખો કાર્યક્રમ યોજાયો

ફ્લેશમોબનો વિડિઓ જુઓ..

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજન અંતર્ગત નવરાત્રિને આવકારવા સ્કાય મોલ ખાતે કાલે રાત્રે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવરાત્રિને આવકારતા ફ્લેશમોબમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝુમ્યા હતા. ખૈલૈયાઓના ઉત્સાહથી જાણે નવરાત્રી આવી ગઈ હોય એવો જ માહોલ સર્જાયો હતો.

- text

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી તમામ જ્ઞાતિ માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવ તા.૧૦ થી ૧૮ સુધી યોજાશે. આ નવરાત્રી મહોત્સવના આયોજન અંતર્ગત નવરાત્રિને આવકારવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્કાય મોલ ખાતે ગઈકાલે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેલકમ નવરાત્રીના કાર્યક્રમમાં વિશાળ સંખ્યાના ખૈલૈયાઓએ ઉમટી પડીને મન મુકીને ગરબા રમ્યા હતા.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રમુખ દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિને આવકારવા માટે ફ્લેશ મોબ યોજાયો હતો. જેમાં ખૈલૈયાઓના ઉત્સાહથી નવરાત્રી મહોત્સવ જેવો જ માહોલ સર્જાયો હતો.

વધુ ફોટા જોવા ફોટા સ્ક્રોલ કરો..

- text