વાંકાનેર :સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરના વાલાસણમાથી સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડીને તેની સામે પોકસોનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના વાલાસણ ગામે રહેતી સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેના પર પોલીસે તપાસ આદરી આ કામના આરોપી અશ્વિન ચંદુભાઇ મકવાણા ઉ.વ. ૨૦ને પકડી પાડી તેની સામે પોકસોનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text