મોરબીમાં કાલિકા પ્લોટ યુવા સંગઠન દ્વારા તાજીયાનું આસ્થાભેર સ્વાગત કરાયું

- text


હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી આગેવાનોએ પ્રસાદીનું વિતરણ કર્યું

મોરબી : કાલિકા પ્લોટ-1 મેઈન રોડ પર આવેલા કાલિકા હનુમાનજીના મંદિરે, કાલિકા પ્લોટ યુવા સંગઠન દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડેલ છે.જેમાં હિન્દૂ આગેવાનો દ્વારા તાજીયાનુ આસ્થાભેર સ્વાગત કરી મુસ્લિમ બિરાદરોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

છેલ્લા 13 વર્ષ થયાં કાલિકા પ્લોટ યુવા સંગઠન દ્વારા ગણેશ ઉત્સવ નું ધૂમધામ થી આયોજન થાય છે.પરંતુ છેલ્લા 13 વર્ષમાં પહેલી વાર ગણેશ મહોત્સવ અને મહોરમનો તહેવાર સાથે આવેલ છે તો તેના ભાગ રૂપે આ વખતે કાલિકા પ્લોટ યુવા સંગઠનના બધા સભ્યો દ્વારા તાજીયાનું હૃદય પૂર્વક માન સાથે સ્વાગત કરેલ અને બધા મુસ્લિમ બિરાદરોને આઈસ્ક્રીમના કોનની પ્રસાદીનું વિતરણ કરી હિંદુ-મુસ્લિમ એકતાનુ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે. તેમ પંકજ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

- text