યુવા હૈયાઓના દિલની વાત રજૂ કરતી ગુજરાતી વેબ સિરીઝ અધ્ધવચ્ચે : પ્રથમ એપિસોડ રિલીઝ

- text


મોરબીના ડેન્ટિસ્ટ જીગર બરાસરા અને મિત્રોએ બનાવી ગુજરાતી વેબ સિરીઝ ‘અધવચ્ચે’ : યુ – ટ્યુબ ચેનલ the talking monocle પર ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ એપિસોડમાં જ યુવાનોના અભિનય કલાને બિરદાવી ચાહકો દ્વારા ભરપૂર કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે.

મોરબી : માતા – પિતા પેટે પાટા બાંધીને પણ આજના યુવાનોને તમામ સગવડતા અને છૂટ છાંટ આપતા હોવા છતાં જ્યારે જવાબદારી ઉપાડવાનો સમય આવે ત્યારે યુવાન હોય કે યુવતી જાણે અજાણે એ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય છે. આજના સમયની યુવાનોની આ જ મૂંઝવણને કચકડે કંડારી સમાજને મોટો સંદેશ આપવા મોરબીના ડેન્ટિસ્ટના વિદ્યાર્થી જીગર બરાસરા અને તેમના મિત્રોએ યુ – ટ્યુબ ચેનલ પર ખાસ વેબ સિરીઝ બનાવી છે વેબ સિરીઝ અધ્ધવચ્ચે નો આજઘી યુ – ટ્યુબ ચેનલ the talking monocle પર ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ એપિસોડમાં જ યુવાનોના અભિનય કલાને બિરદાવી ચાહકો દ્વારા ભરપૂર કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે.

મૂળ મોરબીના અને હાલમાં અમદાવાદ ખાતે ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતા જીગર બરાસરા અને તેમના મિત્રોના ગ્રુપ દ્વારા The talking monocle નામથી એક ટીમ બનાવી છે. આ ટીમ એક અર્બન ગુજરાતી વેબસીરીઝ લાવી રહી છે.
જેમા આજના યુવાનોની કન્ફ્યુઝ્ડ મેન્ટાલીટીને કેન્દ્રમાં રાખીને વર્તમાન સમયમાં મુંઝવતા પશ્ર્નો જેવા કે, લીવ-ઈન રિલેશનશીપ, ઓફીસ લવ તથા પેરેન્ટ્સ અને યુથ વચ્ચેના કોમ્યુનિકેશન – ગેપ જેવા અતિ મહત્વના અને ગંભીર ટોપીક્સને આવરી લેવામાં આવ્યા છે.

આગામી ૨૨ સપ્ટેમ્બરથી યુ – ટ્યુબ ચેનલ the talking monocle ઉપર ” અધવચ્ચે “શીર્ષક હેઠળ જુદા – જુદા ત્રણ એપિસોડમાં શરૂ થઈ રહેલી આ વેબ સિરીઝમાં આજના યુવાનોની બેઝીક ડીમાન્ડ, વૈચારીક સ્વતંત્રતાના મુદાને વણી લઈ આ સ્વતંત્રતા હોવા છતાં એ સ્વતંત્રતાની સાથે આવતી જવાબદારી ઉપર શું તેઓ કાયમ રહી શકે છે કે કેમ તે સવાલનો જવાબ આપવામાં આવ્યો છે.

- text

આજના સમયમાં અનેક ગુજરાતી અર્બન ફીલ્મોનો વાયરો વાયો છે અને સોશ્યલ મીડિયા થકી પણ યુવાનોને લાગતા ટોપીક્સ રજૂ થઈ રહ્યા છે પરંતુ the talking monocle ગ્રુપ દ્વારા કઈક અલગ હટીને આજના યુવાનો ખરે ખર જે મૂંઝવણ અનુભવી રહ્યા છે અને જવાબદારી સ્વીકારવામાં જે રીતે પાછીપાની કરી રહ્યા છે તે વિષયને આબેહૂબ ચિત્રણ કરવામાં આવ્યું છે.

the talking monocle વેબ સિરીઝનું લેખન, ડિરેકટર અને અને મ્યુઝિક કમ્પોઝરનું કામ દેવલ શુકલાએ બખૂબી નિભાવી સાથે સાથે આ વેબ સિરીઝમાં અનંતનું પાત્ર પણ ભજવ્યું છે.

યુવાનો માટે બનેલી આ વેબ સિરીઝમાં જીગર બરાસરા સન્નીની ભૂમિકામાં છે, નોંધનીય છે કે જીગરે અગાઉ ગુજરાતી ફિલ્મ ફેકબુક ધમાલમાં કેરેકટર રોલ કર્યો છે આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ગુજરાતી વેડિંગ ઇન ગોવામાં લીડ રોલમાં એક્ટ્રેસની ભૂમિકા ભજવનાર ગરીમાં ભારદ્વાજ, નહેલ ગણેશન, ઋત્વિજ ભટ્ટ, ઉર્વીશ વ્યાસ, રવિના વ્યાસ સહિતના યુવા કલાકારોએ ઉમદા ભૂમિકા ભજવી તમામ પાત્રોમાં જીવ રેડયો છે.

ઉલ્લેખનીય છે કે the talking monocle ટીમ દ્વારા જીરો બજેટમાં આખી વેબસિરિઝ તૈયાર કરી પ્રોફેશનલ આર્ટિસ્ટ અને પ્રોડ્યુસરોને વિચારતા કરી મૂકે તેવો વિષય પસંદ કરી આજના યુવાનો માટે સુપર્બ સંદેશો આપતી વેબ સિરીઝ બનાવી છે, આ અધવચ્ચે અટવાયેલ યુવાનોના દિલની વાતને વધુ વિગતે સમજવા તો હવે વેબસીરીઝ જોવી જ રહી.

જો તમે પણ યુવાવસ્થાની કન્ફ્યુઝડ લાઈફ જીવ્યા છો કે અનુભવી છે ? યુ-ટ્યુબ ચેનલ The talking monocle ઉપર રિલીઝ થયેલી વેબસીરીઝ ચોક્કસ તમને ગમશે જ તો, નિહાળવાનું ચૂકશો નહિ આજે જ નિહાળો અને આપની કોમેન્ટ અચૂક પણે આપશો.

તો યુ-ટ્યુબ ચેનલ The talking monocle ઉપર રિલીઝ થનારી વેબસીરીઝ નિહાળવાનું ચૂકશો નહિ.

ગુજરાતી વેબ સિરીઝ ‘અધવચ્ચે’નો પ્રથમ એપિસોડ જુઓ..

 

- text