મોરબીમાં આજે રાત્રે તાજીયા પડમાં આવશે : રાજમાર્ગો પર કલાત્મક તાજીયાનું ઝુલુસ નીકળશે

- text


શુક્રવારે આસુરાના દિને બપોર બાદ ફરી તાજીયાનું ઝુલુસ નીકળશે, સાંજે તાજીયા ઠંડા થશે

મોરબી : મોરબીમાં આજે રાત્રે ૯ કલાકે તાજીયા પડમાં આવશે. ત્યારે ૧૧ લતાઓમાં નિર્માણ કરવામાં આવેલા કલાત્મક તાજીયાઓનું ઝુલુસ નીકળશે. આ ઝુલુસ મોડી રાત સુધી શહેરના રાજમાર્ગો પર ફરશે. બાદમાં આવતીકાલે શુક્રવારે બપોરના સમયે તાજીયા ફરી રાજમાર્ગો પર ફરીને સાંજના સમયે ઠંડા થશે.

ઈસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના નવાસા હઝરત ઈમામ હૂસેન અને તેના ૭૨ સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવાતા મહોરમના પર્વમાં આજે રાત્રે તાજીયા પડમાં આવશે તેમજ રાત્રે કલાત્મક તાજીયાનું વિરાટ ઝૂલુસ રાજમાર્ગો પર પોત પોતાની લાઈનદોરીમાં નિકળશે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડશે.

મોરબીમાં આ વખતે અનેક કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવેલ છે. કલાત્મક તાજીયા રાત્રે ૯ વાગ્યે પડમાં આવ્યા બાદ ફરી માતમમાં જશે. જે બાદ રાત્રીના નિકળનાર કલાત્મક તાજીયાનું ઝૂલુસ રાજમાર્ગો પર ફરી વહેલી સવારના ફરી માતમમાં જશે. કાલે આસુરાના દિને જૂમ્માની નમાઝ બાદ બપોરના તાજીયા પડમાં આવ્યા બાદ નિશ્ચિત કરેલા રૂટ પર બપોર બાદ ફરી તાજીયાનું ઝુલુસ નીકળશે બાદમાં સાંજના સમયે તાજીયા ઠંડા થશે.

મોરબીમાં ૧૧ લતામાં આજે ગુરુવારે રાત્રે ૮ વાગ્યે તમામ કલાત્મક તાજીયાઓ ભેગા થશે. બાદમાં રાત્રે ૯ કલાકે તાજીયા પડમાં આવ્યા બાદ કલાત્મક તાજીયાનું ઝુલુસ નીકળશે. જે
નહેરુગેટ, ગ્રીન ચોક,નાની બજાર થઈ દરબાર ગઢ, બાદમાં રાત્રે ૪ વાગ્યે નગર દરવાજે પહોંચશે.
ત્યારબાદ આવતીકાલે શુક્રવારે બપોરે ૨ વાગ્યે ફરી તાજીયાનું ઝુલુસ નીકળશે અને સાંજના સમયે તાજીયા ઠંડા થશે.

- text

મહોરમ્ પર્વ દરમિયાન આજે મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં રોઝા રાખેલ છે તેમજ આવતીકાલે આસુરાના દિને પણ મુસ્લિમ બિરાદરો રોઝા રાખનાર હોય મસ્જિદો તેમજ મુસ્લિમ વિસ્તારોમાં ઠેર-ઠેર રોઝા ઈફતારીના કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનિય છે કે મહોરમ અને તાજીયાના તહેવારમાં ભાવીકો અને શ્રધ્ધાળુ પોતાની માનતા ફુલ, અગરબત્તી, સેલી, નાળીયેર ચઢાવીને પોતાની માનતા પુરી કરે છે. હિન્દુ-મુસ્લિમ બન્ને માનતા રાખે છે. જેમાં ખડીચોકી એટલે તાજીયા માતમમાંથી લાઈનદોરીમાં આવે અને પરત માતમમાં ન આવે ત્યાં સુધી તાજીયાની સાથે સતત રહેવાનું અને ઉભા જ રહેવાનું અને તાજીયા માતમમાં આવે પછી જ બેસવાનું હોય છે. આને ખડી ચોકીની માનતા કહેવાય છે. આ બહુ કઠીન માનતા છે છતાં હિન્દુ-મુસ્લીમ ભાઈ બહેનો શ્રધ્ધાથી અને ભક્તિથી આ માનતા રાખે છે.

- text