મોરબીના જેતપર નજીક જુગાર રમતા ૫ ઝડપાયા : ૪ ફરાર

- text


પોલીસે રોકડ રૂ. ૫૩,૨૦૦ મળી કુલ રૂ. ૩.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબીના જેતપર નજીક ચાલતા જુગાર પર તાલુકા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ૫ શખ્સોને રોકડ રૂ. ૫૩,૨૦૦ મળી કુલ રૂ. ૩.૨૫ લાખના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય ૪ શખ્સો નાશી છૂટવામાં સફળ રહ્યા હતા.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક જેતપર- દેવળીયા રોડ પર આવેલા સંકટ મોચન હનુમાનજીના મંદિરના પાછળના ભાગે જુગાર રમતા હાસમ કરિમ મોવર, સુરેશચંદ્ર ખોડીદાસ અઘારા, ભરત લાલજી અમૃતિયા, સંજય ગોકળ હમીરપરા અને પ્રવીણ મનસુખ ઉપસારીયાને પોલીસે રોકડ રૂ. ૫૩,૨૦૦ મળી કુલ રૂ. ૩.૨૫ લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઉપરાંત પોલીસને જોઈને ચાર અજાણ્યા શખ્સો પોત પોતાના બાઈક પર નાસી ચૂંટાયા હતા.

- text