હળવદના વકીલોએ મામલતદારને આવેદન આપી રોષ પ્રગટ કર્યો

- text


મુખ્ય ત્રણ માગણીઓને લઈ હળવદના વકીલોએ હળવદ મામતલદાર કચેરી ખાતે ધસી ગયા

હળવદ : વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત ન રહી શકે તેવા સુપ્રિમકોર્ટના ચુકાદાના વિરોધમાં બાર કાઉન્સીલર અને ઈન્ડીયા બ-૪ કાઉન્સીલર ઓફ ગુજરાતના આદેશ અનુસાર હળવદના વકીલ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી.

તાજેતરમાં સુપ્રિમકોર્ટ દ્વારા વકીલોને હડતાલ પાડવા અને કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાની મનાઈ ફરમાવતા દિશા નિર્દેશ આપતા દેશભરના વકીલોમાં આ ચુકાદા અને કેન્દ્ર સરકારના વલણની આકરી ટીકા સાથે ભારે રોષ જાવા મળી રહ્યો છે. ત્યારે આજે બાર કાઉન્સીલર ઓફ ઈન્ડીયા અને બાર કાઉન્સીલર ઓફ ગુજરાતની સુચના અન્વયે હળવદ વકીલ મહામંડળ દ્વારા સુપ્રિમકોર્ટના આ દિશા – નિર્દેશના વિરોધમાં મામલતદાર કચેરીએ ધસી જઈ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી.

- text

તો સાથો સાથ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાંથી ઉદભવી હતી અને જેનું શિર્ષક ક્રિષ્નકાન્ત તમરાકર વિ. મધ્યપ્રદેશ રાજય હતું તેની વિચારણા કરવી, સર્વોચ્ચ અદાલતે આ ચુકાદા આ બાર એસો./ બાર કાઉન્સીલરને કોઈપણ પ્રસંગોએ કોર્ટમાં હડતાલ / બહિષ્કાર/ કામકાજથી અડગા રહેવાનું એલાન આપવા પર અંકુશ ફરમાવ્યો છે.

આ ચુકાદો વકીલોના મુળભુત અધિકારો પર સીધો જ પ્રહાર કરે છે તેમાં તાકીદે ફેર – વિચારણા કરવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં ભારતના ઉચ્ચ શિક્ષણ આયોગના મુસદા વિધેયક, ર૦૦૮ દ્વારા સરકાર વકીલોના મંડળોની સતાઓ છીનવી લેવા પ્રયાસો કર્યા છે તે બાબતે ફેર વિચારણા કરવામાં આવે તેમ આ આવેદનપત્રમાં જણાવ્યું હતું.

- text