હળવદ : ખેડૂતોએ પાક વીમો ચુકવવા મામલતદારને કરી રજુઆત

- text


આજદિન સુધી પાક વીમો નહીં ચુકવાતા ખેડૂતોની ધીરજ ખુટી : આગામી દિવસોમાં પાક વીમો ચુકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલનની ચિમકી

હળવદ : આજરોજ હળવદ તાલુકાના ખોડ ગામના ખેડૂતોએ પાક વીમો ચુકવવા બાબતે હળવદ મામલતદાર કચેરી ખાતે ધસી આવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ જા આગામી દિવસોમાં પાક વીમો ચુકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચિમકી ઉચ્ચારાઈ છે.

હળવદ પંથકમાં વર્ષ ર૦૧૭નો પાક વીમો હજુ સુધી નહીં ચુકવાતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. તાજેતરમાં જુદાજુદા ગામના ખેડૂતોએ વહેલી તકે પાક વીમો ચુકવાય તેવી માંગ કરી હતી પરંતુ આજદિન સુધી પાક વીમો નહીં ચુકવાતા ખેડૂતોની ધીરજ ખુટી છે.ત્યારે પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. આવા કપરા સમયમાં વર્ષ ર૦૧૭માં પાક વીમાનું પ્રિમિયમ ભરી દીધુ હોવા છતાં પણ પાક વીમો ચુકવવામાં ગલ્લા – તલ્લા કરાઈ છે. જેનાથી તંગ આવી જઈ તાલુકાના ખોડ ગામના જટુભા ઝાલા, ઓધાભાઈ ઠાકોર સહિત ખોડ ગામના મોટી સંખ્યામાં ખેડૂતો હળવદ મામલતદાર કચેરી ખાતે ધસી આવી વહેલી તકે પાક વીમો ચુકવવામાં આવે તેવી રોષ વ્યકત કરતા માંગ કરાઈ હતી. જા આગામી દિવસોમાં પાક વીમો ચુકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલન કરવાની ફરજ પડશે તેમ જટુભા ઝાલાએ જણાવ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છેકે, વર્ષ ર૦૧૭માં ખેડૂતોએ પાક વીમાનું પ્રિમિયમ ભર્યું હોય ત્યારે બેંક દ્વારા માત્ર ચાર ગામના ખેડૂતોને પાક વીમો ચુકવ્યો છે જયારે તાલુકાના અન્ય ગામોના ખેડૂતોને કેમ હજુ સુધી પાક વીમો ચુકવવામાં તંત્ર કોની લાજ કાઢી રહ્યું છે જેવા અનેક સવાલો ખેડૂતો ઉઠાવી રહ્યા છે.

- text