વાંકાનેરના ગારીયા ગામના યુવાને ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન દમ તોડ્યો

- text


વાંકાનેર : વાંકાનેરના ગારીયા ગામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પીધી હતી. બાદમાં સારવાર દરમિયાન આ યુવાને દમ તોડતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના ગારીયા ગામે રહેતા હરગોવિંદભાઈ દલુરામ સોલંકી ઉ.વ. ૨૨એ ચાર દિવસ પૂર્વે કોઈ કારણોસર ઝેરી દવા પીધી હતી. બાદમાં તેઓને વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text