પાસ કાર્યકરોની અપીલ બાદ મોરબીની ખાનગી શાળાઓ બંધ : ઉપવાસ પર બેઠેલા પાસ કાર્યકરો અને વિદ્યાર્થીઓની અટકાયત

- text


મોરબીના સરદારબાગે પાસે હાર્દિકના સમર્થમમાં પાસ કાર્યકરો અને વિદ્યાર્થીઓ મંજૂરી વગર ઉપવાસમાં બેસતા પોલીસે કાર્યવાહી કરી

મોરબી : મોરબીના સરદારબાગ પાસે આજે વિદ્યાર્થીઓ તેમજ આગેવાનોએ હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે પોલીસ દ્વારા તમામ ઉપવાસીઓની અટકાયત કરી તેઓને બે બસ મારફતે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જયારે પાસ દ્વારા આજે શાળા કોલેજ બંધના એલનની વચ્ચે મોરબીમાં રાબેતા મુજબ ખાનગી શાળાઓ ખુલી હતી.પરંતુ પાસ કાર્યકર્તાઓએ શાળાએ જઈ બંધમાં જોડાવાની અપીલ કરતા મોરબી ખાનગી શાળા મંડળે સલામતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લઇ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી.

- text

પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં આજે પાસ દ્વારા શાળા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેવામાં પાટીદાર આંદોલનનું એપી સેન્ટર ગણાતા મોરબીમાં આજે રાબેતા મુજબ શાળાઓ ખુલી ગઈ હતી. પરંતુ પાસ કાર્યકર્તાઓ સ્કૂલો બંધ કરવા નીકળતા મોરબીની ખાનગી શાળાઓએ બંધ પડ્યો હતો. અને બાદમાં પાસના કાર્યકરોની આગેવાનીમાં સરદારબાગ પાસે આજે વિદ્યાર્થીઓએ તેમજ પાટીદાર આગેવાનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. સવારે ૮ વાગ્યાથી શરૂ થયેલું આ આંદોલન સાંજે ૮ વાગ્યા સુધી ચાલવાનું હતું. ઉપવાસ આંદોલનને પગલે ડીવાયએસપી બન્નો જોશી, પી.આઈ. ચૌધરી પોલીસ અને એસઆરપીના કાફલા સાથે તૈનાત થઈ ગયા હતા.અને કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા તમામ ઉપવાસીઓની અટકાયત કરવામાં આવી હતી. અને આ ઉપવાસીઓને બે બસ મારફત પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે મોરબીની ખાનગી શાળાઓ બંધ રાખવા અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાંએ આ અંગે જણાવ્યું હતું કે પાસના કાર્યકરો આજે ખાનગી શાળાઓ બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે શાળાઓ બંધ કરવામાં આવી હતી. આ અંગે ડીઇઓએ જણાવ્યું કે સરકારી શાળાઓ રાબેતા મુજબ ચાલુ જ છે. ખાનગી શાળાઓ શરૂ રાખવી કે બંધ કરવી તે સંચાલકો સ્વેચ્છાએ નિર્ણય લઈ શકે છે.

- text