મોરબી જિલ્લો બન્યો શ્રીકૃષ્ણમય : જન્માષ્ટમી મહોત્સવની ધર્મોલ્લાસ સાથે ઉજવણી

- text


શહેર તથા દરેક ગામોમાં ઠેર ઠેર મટકી ફોડ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો : મંદિરોમાં બનાવવામાં આવેલા આકર્ષણો નિહાળવા ભાવિકો ઉમટ્યા

મોરબી : મોરબી જિલ્લો જન્માષ્ટમીના પર્વમાં શ્રીકૃષ્ણમય બન્યો છે. શહેર તથા દરેક ગામોમાં ઠેર ઠેર જન્માષ્ટમીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી કૃષ્ણ જન્મને વધાવવા માટે ભાવિકોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ મટકી ફોડ, શોભાયાત્રા, સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉપરાંત જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાઓ પણ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો હર્ષભેર જોડાયા હતા.

આજ રોજ શ્રાવણ વદ આઠમે જન્માષ્ટમીનો પર્વ છે. જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહત્વ છે. ત્યારે દેશભરમાં આ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ જન્માષ્ટમીની ઠેર ઠેર ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરની સાથે જિલ્લાના તમામ તાલુકા અને ગામોમાં અનેક જગ્યાઓએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મટકી ફોડ, સમૂહ પ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો. આ ઉપરાંત આજે રાત્રે ૧૨ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવશે.

અનેક મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. આ પંડાલમાં ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ દર્શન રાખવામાં આવ્યા છે. ઉપરાંત પંડાલમાં અનેકવિધ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.

શહેરના અનેક વિસ્તારોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બજાર લાઈન ખાતે સમાજને એક સંદેશ આપીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. એસ.એસ. ગ્રુપ દ્વારા અહીં પ્લાસ્ટિક નાબુદીની થીમ પર પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ડેકોરેશન કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો લોકોને સંદેશો આપવામાં આવ્યો છે. આમ સમાજને એક સારો સંદેશ આપીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભાવિકો અહીં ડેકોરેશન નિહાળવા માટે આવી રહ્યા છે.

- text

વધુ ફોટા જોવા ફોટો સ્ક્રોલ કરો..

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું પ્રસ્થાન
મોરબી : મોરબીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રાનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ પરંપરાગત રૂટ મુજબ મોરબી શહેરમા વિશ્વ હીન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનુ આયોજન કરવા મા આવેલ છે. ત્યારે સવારે ૮ કલાકે શહેરના જડેશ્વર મહાદેવ મંદીરથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. શહેરના કુલ ૧૯ સંગઠનો દ્વારા વિવિધ જગ્યા એ કુલ ૧૯ જગ્યાએ મટકીફોડ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ને ઉજવવામા આવ્યો હતો. આ તકે વિહીપ જીલ્લા અધ્યક્ષ દીગુભા ઝાલા, શહેર અધ્યક્ષ ચંદ્રવદન ભાઈ પુજારા, મંત્રી નિર્મિત કક્કડ, ઉપપ્રમુખ સંગ્રામ સિંહ જાડેજા, રામનારાયણ ભાઈ દવે, જીલ્લા કાર્યકારી ગીરીશ ભાઈ ઘેલાણી, બજરંગ દળ અધ્યક્ષ કમલ ભાઈ દવે, શિવ સેના જીલ્લા અધ્યક્ષ દીગુભા ઝાલા, શહેર અધ્યક્ષ કમલેશ ભાઈ બોરીચા, શોભાયાત્રા ઈન્ચાર્જ અનોપ સિંહજી જાડેજા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

 

- text