મોરબીની વિવેકાનંદ સોસાયટીના રહેણાંક મકાનમાં નીકળ્યો ૬ ફૂટનો બ્લેક કોબ્રા સાપ

- text


સર્પ પકડવાની સેવા કરતા જીવદયાપ્રેમીએ સાપને ૩૦ મિનિટની મહેનત બાદ પકડીને સલામત સ્થળે છોડી મુક્યો

મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ૬ ફૂટનો બ્લેક કોબ્રા સાપ નીકળ્યો હતો. બાદમાં સાપ પકડવાની સેવા આપતા જીવદયાપ્રેમીએ અડધી કલાકની મહેનત પછી આ સાપ પકડી લીધો હતો. અંતે સાપ પકડાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લિધો હતો.

મોરબીના રવાપર મેઈન રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં લાલિતભાઈ વાછાણીના રહેણાંક મકાનમાં ૬ ફૂટના બ્લેક કોબ્રા સાપે દેખા દેતા રહીશોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. આ અંગે સર્પ પકડવાની સેવા આપતા કૌશિકભાઈ પટેલને તુરંત જ જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તાત્કાલિક લલિતભાઈના ઘરે પહોંચી ગયા હતા. બાદમાં ૩૦ મિનિટની મહેનત પછી આ સાપ પકડાયો હતો. સાપને પકડીને માનવવસ્તીથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.

- text

કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે ઘણી વખત લોકો સાપને જોવે છે.ત્યારે તે નુકશાન પહોંચાડશે તેવા ડરથી તેની હત્યા કરી નાખતા હોય છે. આ પ્રકારે સાપની હત્યા ન થાય માટે તેઓ વિનામૂલ્યે સાપ પકડવાની સેવા આપે છે. તેઓ સાપને પકડીને તેને સલામત સ્થળે છોડીને જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. કૌશિકભાઈ પટેલનો મો.નં. ૯૯૦૯૫ ૬૧૦૧૫ છે.

 

- text