મોરબીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દૂધપાકનું વિતરણ

- text


શ્રાવણ માસ નિમિતે ભગવાન શિવને દુધનો અભિષેક કરવાને બદલે તે દૂધ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની પહેલ

મોરબી : પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીને રઝિવવા માટે, તેમની કૃપા મેળવવા માટે ભાવિકો દૂધ અને જલ અભિષેક કરતા હોય છે. સદીઓથી આ પરંપરા ચાલી આવી છે. મહાદેવજીની સાંકેતિક પૂજા કરી એ જ દૂધ ગરીબ બાળકોને આપી દેવું જેથી તેમને પણ પોષણક્ષમ આહાર મળી રહે. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના યુવાનોએ આ પહેલને આગળ ધપાવી હતી અને ઝૂંપડપટ્ટીના બાળકોને દૂધપાક જમાડી તેમની જઠરાગ્નિને ઠારી હતી.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના ક્રાંતિકારી યુવાનોએ ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં વસતા અત્યંત ગરીબ એવા ૮૦૦ બાળકોને દૂધપાક અને પૂરી જમાડ્યા હતા. આમ જીવને રાજી કરીને શિવને રાજી કરવાનો પ્રયત્ન યંગ ઇન્ડિયા ગ્રૂપના યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.

- text

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રૂપ હંમેશાં દેશભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે. ખરેખર જરૂરિયાતમંદોને લાભ મળે તેવા કાર્યો કરવા માટે જાણીતા આ યુવાનો દ્વારા શ્રાવણના સોમવારની કંઇક અલગ જ ઉજવણી કરવામાં આવી હતી. આ ગ્રૂપના દેવેન રબારી,ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, દિનેશભાઇ રબારી સહિતના યુવાનોએ સોમવારે શિવલિંગ પર દુગ્ધાભિષેક કરીને મોટી માત્રામાં વહી જતું, વ્યર્થ જતું દૂધ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવાનું સેવા કાર્ય હાથ ધર્યું હતું.

જેમાં શહેરના શનાળા બાયપાસ, કેનાલ ચોકડી, રવાપર ચોકડી અને લાયન્સનગરમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં જઇને ૮૦૦ જેટલા બાળકોને સવાસો લિટર દૂધપાક અને પૂરીનું જમણ જમાડ્યું હતું. ભરપેટ ભોજન લઇને ગરીબ બાળકોની પણ આંખોમાંથી શ્રાવણ વહી ગયો હતો.

- text