માળીયાના ખાખરેચીગામની હાઈસ્કૂલમાં શિક્ષકે સ્વખર્ચે લગાવ્યો આરઓ ફિલ્ટર પ્લાન્ટ

- text


શિક્ષકે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી ઘરેથી જ નાસ્તો લઈ આવવાનો કડક નિયમ બનાવ્યો

માળીયા : માળિયાના ખાખરેચી ગામની સાર્વજનીક હાઈસ્કૂલમાં એક શિક્ષકે બાળકોના આરોગ્યને ધ્યાને રાખીને પોતાના ખર્ચે આર.ઓ. ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યો છે. ઉપરાંત આ વિદ્યાર્થીઓએ નાસ્તો ફરજીયાત ઘરેથી બનાવેલ જ લાવવો તેવો અનુકરણીય નિયમ પણ બનાવ્યો છે.

માળીયા તાલુકાના ખાખરેચી ગામે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે હંમેશા તત્પર રહેતા સાયન્સના શિક્ષક કલ્પેશકુમાર જગદીશભાઈ બરાસરાએ અન્ય પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. કલ્પેશકુમારે શાળાના બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેમજ સ્વસ્થ રહે તે હેતુથી શાળામાં આરઓ ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યો છે.

- text

આ ઉપરાંત શિક્ષક કલ્પેશકુમારે શાળામાં એવો નિયમ બનાવ્યો છે કે દરેક વિધાર્થીઓએ ઘરેથી જ નાસ્તો લઈ આવવો. આ નિયમ મુજબ દરરોજ વિધાર્થીઓ બ્રેકમાં બજારની વસ્તુઓ આરોગવાને બદલે ઘરેથી લઈ આવેલ પૌષ્ટિક નાસ્તો આરોગે છે.

- text