હડમતિયાના પનોતા પુત્ર અને કાશીક્ષેત્રનું જ્ઞાન ધરાવતા ભક્ત કવિ તેજાબાપાનો ૧૦૦ મો જન્મદિવસ

- text


જુનાગઢ નિવાસી શ્રી વેલાબાવાના અખાડાના શિષ્ય શ્રી નથુરામબાપુ તેમના ગુરુ હતા

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર અને કાશીક્ષેત્રનું ૧૨ વર્ષનું શાસ્ત્રજ્ઞાન ધરાવતા અને લખધીરસિંહજી બાપુની ઈચ્છાથી વી.સી. હાઈસ્કુલમાં અભ્યાસ કરેલ તેમજ મોરબી સ્ટેટમાં પ્રખ્યાત ભક્ત કવિ તેજાબાપાનો જન્મ સવંત ૧૯૭૪ આષાઢસુદ ૧૦ને રાત્રે ૧૦ વાગ્યાના સુમારે ૧૮/૭/૧૯૧૮ માં કડવા પાટીદાર પિતા ગણેશભાઈ રાણસરીયા અને માતા જુઠ્ઠીબાઈના ખોળે જન્મેલા કવિ તેજાભગત સામાજિક કાર્યકર તરીકે ૨૦ વર્ષ બિનહરિફ ઉપસરપંચ, ૧૫ વર્ષ સેવા સહકારી મં.લી.ના બિનહરિફ ઉપપ્રમુખ, કપાસ ઉત્પાદક જિનિંગ પ્રેસિંગ મંડળીની કમિટીમા ૩ વર્ષ સેવા, મોરબી-માળિયા ખરીદ વેચાણસંઘની કમિટીમા ૩ વર્ષ સેવા, મચ્છુ-૧ ની સિંચાઈ યોજનામા સલાહકાર ૧૩ વર્ષ સેવા, ખેડુતોને અોઈલ અેંન્જીન સબસિડી અપાવી તેથી પ્રગતિશીલ ખેડુત તરીકે ૧૨૩ ગામની સરકારી કામગીરી સોંપી સારી કામગીરી કરવા બદલ ડે. કલેકટર તેમજ ખેતીવાડી અધિકારીઅોઅે “ક્રૃષિપંડિત” નો ખિતાબ આપેલ આમ અનેક સામાજિક સેવા આપી.

કવિ હ્દયી હોવાથી ભજનના અનેક પુસ્તકો લખ્યા આજે પણ ગામ અને આજુબાજુના ગામડાઅો તેમની વર્ષગાંઠ નિમિતે યાદ કરે છે. કવિ તેજાબાપાને મોરબીના ઈજનેરો પણ પુછીને તે સમયમાં ગામડાઅોના પ્લોટીંગના નકશાઅો તૈયાર કરતા. કોઈપણ ક્ષેત્રનું અદભુત જ્ઞાન જેવા કે ખેતી, ગામડાઅોના નકશાઅો, ખેત અોજારો,વાવેલ પાકનુ સિંચન, ખાતર-બિયારણ જેવી માહિતીઅો નાતજાતના ભેદભાવ વિના કોઈપણને હાજર રહી આપતા.

- text

હડમતિયા નવા પ્લોટ વિસ્તારના પ્લોટ, હડમતિયા હાઈસ્કુલનો નકશો, ગોડાઉન, મુક્તિધામનો નકશો તેમજ અેસ્ટીમેટ બનાવેલ, લીલાપર અને બંધુનગર ગામના નકશા, નસીતપરની હાઈસ્કુલનો નકશો, લજાઈની પરમેશ્વર પોટરીનો નકશો આવા અનેક ગામડાઅોના પ્લોટીંગના નકશાઅો તેમણે તૈયાર કર્યા છે. ગામમાં વર્ષો પહેલા પોતાની વાડીઅેથી સ્વખર્ચે પાણીની પાઈપ લાઈન નાખી પોતાના ઘર પાસે પાણીનુ સ્ટેન્ડ ઉભું કરી ગામને પીવાનુ પાણી પુરુ પાડતા.કોઈપણ જ્ઞાતિમા સન્માન ધરાવતા કવિ તેજાભગત કાઠીયાવાડી વસ્ત્રો પહેરતા હોવાથી આજુબાજુના ગામડાઅો તેજા પટેલ તરીકે પણ અોળખતા અને તે સમયમાં મોરબી સ્ટેટના ઈજનેરો પણ તેમના જ્ઞાનથી મોંઢામાં આંગળી નાખી જતા.

કવિ હ્દયી હોવાથી જીવનમા આવેલ ઉતાર ચઢાવના તેમના પુસ્તકોમા ચાબખાઅો પણ લખ્યા છે તેમજ અનેક પુસ્તકો ફુરસદના સમયે લખીને સમાજને નાતજાતના ભેદભાવ ન રાખવાના ચાબખા સ્વરુપે સંદેશાઅો તેમના પુસ્તકોમા વર્ણવેલ જોવા મળે છે. આવા વિકાસપુરૂષ મહામુલા માનવને આજે પણ તેની વર્ષગાઠ નિમિતે યાદ કરે છે.

- text