મોરબીના વાંકડા ગામમાં આવકારદાય પગલું : હવેથી બાળકોને સરકારી શાળામાં ભણાવાશે

- text


ગ્રામજનોએ સાથે મળીને ખાનગી સ્કૂલોનો બહિષ્કાર કરી તમામ બાળકોને સરકારી શાળામાં એડમિશન અપાવ્યું

મોરબી : મોરબીના વાંકડા ગામના લોકોએ સાથે મળીને ખાનગી શાળામાં અભ્યાસ કરતા ગામના તમામ બાળકોનો સરકારી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. સમસ્ત ગામ દ્વારા લેવાયેલ પ્રાઇવેટ સ્કૂલના બહિષ્કારના નીર્ણયને તમામ વાલીઓએ હર્ષભેર સ્વીકાર્યો હતો.

મોરબી તાલુકાના વાંકડાના ગ્રામજનો દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સમસ્ત ગામ દ્વારા ખાનગી સ્કૂલનો બહિષ્કાર કરી તેમાં અભ્યાસ કરતા 36 બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વાલીઓએ તેમના બાળકોનું સરકારી શાળામાં એડમિશન લેવડાવ્યું હતું.

- text

વાંકડા પ્રાથમિક શાળા આચાર્ય અર્પિત કુમાર જે. વિડજા દ્વારા તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પ્રેરણાદાયી પ્રવચન આપીને શાળાની સિદ્ધિઓ વિશે માહિતગાર કર્યા હતા.

- text