મોરબીની જીવાદોરી મચ્છુ-૨ ડેમમાં નવા નીરની આવક : 10 દિવસ ચાલે તેટલું પાણી આવ્યું

- text


ડેમમાં પડેલા ૬૯ મિમિ તેમજ ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની 25 એમસીએફટી આવક : સવાર સુધીમાં ડેમમાં પાણીનો જથ્થો ૩૧ એમસીએફટી થઈ જશે

મોરબી : આજે મોરબી પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હોવાથી મચ્છુ-૨ ડેમમાં નવા નિરની આવક થઈ છે. માત્ર ૬ કલાક જેટલા ટુંકા સમયમાં ડેમમાં દસ દિવસ ચાલે તેટલા પાણીની આવક થઈ છે.

- text

મોરબી પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સિઝનનો સૌથી વધુ વરસાદ આજે પડ્યો છે. ત્યારે તળિયાઝાટક મચ્છુ-૨ ડેમમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન પાણીની આવક થઈ છે. ડેમના અધિકારી બેચરભાઈ બરાસરાના જણાવ્યા મુજબ મચ્છુ- ૨ ડેમમાં માત્ર ૧ એમસીએફટી પાણીનો જથ્થો હતો. ત્યારે આજે બપોરે ૩ વાગ્યા થી અત્યાર સુધીમાં ડેમમાં પડેલો ૬૯ મિમિ વરસાદ તેમજ ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં ૨૫ એમસીએફટી પાણીની આવક થઈ છે.

એક અંદાજ મુજબ આવતીકાલે સવાર સુધીમાં ડેમમાં પાણીનો જથ્થો ૩૧ એમસીએફટી સુધી પહોંચી જશે. આજે સવાર સુધી તળિયાઝાટક દેખાતા ડેમમાં વરસાદના કારણે 10 દિવસ ચાલે તેટલા પાણીનો જથ્થો આવી ગયો છે.

- text