મોરબીની સબ જેલમાં મેડિકલ કેમ્પ યોજાયો

- text


મેડિકલ કેમ્પમાં ૨૦૩ કેદીઓનું નિદાન અને સારવાર : વિનામૂલ્યે દવા પણ અપાઈ

મોરબી : મોરબીની સબ જેલ ખાતે ઇન્ડિયન લાયન્સ અને લાયોનેસ કલબ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૩ કેદીઓનું નિદાન તથા સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં શહેરના નિષ્ણાંત તબીબોએ પોતાની અમૂલ્ય સેવા પ્રદાન કરી હતી.

મોરબી ઇન્ડિયન લાયન્સ કલબ અને ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા સબ જેલ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોરબીના નિષ્ણાત તબીબો ડો. પરિમલ આશર, ડો. કલ્પેશ રંગપરિયા અને ડો. દિપક ગામીએ અમૂલ્ય સેવા આપી હતી. આ સાથે ઓમ લેબોરેટરી દ્વારા ડાયાબિટીશ અને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું હતું.

- text

આ કેમ્પમાં કુલ ૨૦૩ કેદીઓનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત કેદીઓને જરૂરી દવા પણ આપવામાં આવી હતી. મેડિકલ કેમ્પ માટે ઓમ શાંતિ ગ્રુપના ટી.ડી. પટેલ દ્વારા તેમની પુત્રી શિવાનીબેન પટેલના હસ્તે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ હર્ષદભાઈ ગામી, લાયોનેસ કલબના પ્રમુખ શોભનાબા ઝાલા તેમજ પ્રીતિબેન દેસાઈ, શીતલબા જાડેજા, ભાવેશભાઈ દોશી, કિશોરભાઈ પલાણ, અશોકભાઈ જોશી અને દિલીપભાઈ સાહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text