મોરબીના નવી ટીંબડી ગામે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ

- text


મોરબી : મોરબીના નવી ટીંબડી ગામે ગણેશનગરમાં અસામાજિક તત્વોના ત્રાસ થી પરેશાન થયેલા સ્થાનિકોએ પોલીસ અધિક્ષક અને બી ડિવિઝન પોલીસ અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text

મોરબીના નવી ટીંબડી ગામમાં ગણેશનગરમાં રહેતા લોકોએ પોલીસ અધિક્ષક અને બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં અસામાજિક તત્વોનો ભારે ત્રાસ છે. આ અસામાજિક તત્વોના ત્રાસથી ગણેશનગરના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગણેશનગરની મુલાકાત લઈને આવા તત્વોને પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

 

- text