મોરબીની નટરાજ ફાટક પાસે માલગાડી ટ્રેનમાંથી ડબ્બા છૂટી ગયા !

- text


એન્જીન એકલું આગળ ચાલ્યું જતા બે ઘડી લોકોમાં રમૂજ જાગી

મોરબી : મોરબીની નટરાજ ફાટક પાસે માલગાડી ટ્રેનમાંથી ડબ્બા છૂટી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ચાલુ ટ્રેને ડબ્બા છૂટી જતા એન્જીન એકલું આગળ ચાલ્યું ગયું હોવાના આ બનાવે લોકોમાં રમૂજ જગાડી હતી.

મોરબીની નટરાજ ફાટકે આજે બપોરના સમયે પસાર થતી માલગાડીના ડબ્બા અચાનક છુટા પડી ગયા હતા ટ્રેન પસાર થઇ જાય એટલે ફાટક ખુલે અને ઝટ આપણે નીકળી જઈએ તેવી રાહમાં ઉભેલા વાહનચાલકો થોડીવાર માટે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કારણકે માલગાડીના ડબ્બા નોખા થઇ ગયા હતા

- text

જોકે ડબ્બા રેલ્વે ટ્રેકથી નીચે ઉતર્યા નહોતા જેથી કોઈ જાનહાની કે અકસ્માત સર્જાયો ના હતો પરંતુ રેલ્વે તંત્રમાં દોડધામ મચી હતી અને ફાટક પણ એટલો સમય બંધ રહેતા વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો જોકે આજે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી કારણકે નટરાજ ફાટક બંધ થતા મોટી સંખ્યામાં વાહનો ઉભા હતા ત્યારે જો ડબ્બો પાટા પરથી ખરી પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી ચર્ચા પણ લોકોમાં જોવા મળી હતી.

- text