હળવદના યુવા પત્રકાર બળદેવ ભરવાડનો આજે જન્મદિવસ

- text


હળવદ : હળવદ બ્રેકિંગ નાતંત્રી તેમજ અબતક, ક્રાઇમ બુલેટીન, , ડીકે-૭ ન્યુઝ ચેનલના નિડર અને યુવા પત્રકાર બળદેવ ભરવાડનો આજે જન્મદિવસ છે. હળવદ તાલુકા પત્રકાર સંધના સેક્રેટરી અને સંગઠન મંત્રી તરીકે સફળતાથી ફરજ નીભાવતા બળદેવ ભરવાડનો આજે ૨૮ મો જન્મદિવસ છે.

હળવદના રાણેકપર ગામના યુવા પત્રકાર બળદેવ ભરવાડે જયહિન્દ અખબારના હળવદ બ્યુરો ચીફ તરીકે ર૦૧૩માં પત્રકારની કારકિર્દીની શરૂઆત કરી. આમ છેલ્લા પાંચ વર્ષથી પત્રકાર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા બળદેવ ભરવાડ સત્યની સાથે હળવદના સચોટ સમાચાર પ્રકાશિત કરવામાં અગ્રેસર રહ્યા છે અને હળવદ પંથકમાં પ્રજાલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહેતા તેમજ પત્રકાર ક્ષેત્રે નિસ્પક્ષ તથા નિડર રહી લોકપયોગી સેવાકીય પ્રવૃત્તિમાં પણ ઉમદા કાર્યો થકી ભરવાડ સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે બહુમાન મેળવી ચુક્યા છે તો સાથોસાથ સમાજ શિક્ષિત બને તે માટે વિદ્યાર્થીઓ, યુવાનોને શૈક્ષણિક રીતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી સતત કાર્યશીલ રહ્યા છે. તદ્ઉપરાંત ગામડાના છેવાડાના લોકોને રાજય સરકારની યોજનાઓ વિશે આ પત્રકારે માહિતગાર કર્યા છે. આ કાર્ય પધ્ધતિ થકી લોકોમાં લોકચાહના ધરાવતા બળદેવ ભરવાડનો આજે જન્મદિવસ હોય જે નિમિત્તે તેમના મિત્ર વર્તુળોમાંથી તેમજ સગા-સંબંધીઓ અને ભરવાડ સમાજમાંથી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ઉપરાંત ફેસબુક, વોટસપ સહિત સોશિયલ મિડીયામાં પણ તેમના હિતેચ્છુઓ દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે સાથોસાથબળદેવ ભરવાડને જન્મ દિવસની શુભકામના આપવા તેમના મોબાઈલ નંબર ૮૭૮૦૦૫૫૦૨૩ પર વર્ષા થઈ રહી છે.હળવદ બ્રેકિંગ ટીંમ તરફથી ખુબ ખુબ સુભેચ્છાઓ.

- text

- text