પવિત્ર પરસોતમ માસમાં ભીમનાથ મહાદેવે જતી ગોપીઓની રીક્ષા પલટી

- text


અકસ્માતમાં મહિલાઓ ઘાયલ થતા મોરબી સિવિલમાં ખસેડાઇ

મોરબી : પવિત્ર પરસોતમ માસમાં લજાઈ નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા તેમજ ન્હાવા ગયેલ ગોપીઓની રિક્ષા અકસ્માતે પલટી જતા ઘાયલ મહિલાઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

- text

જાણવા મળ્યા મુજબ પવિત્ર પરસોતમ માસમાં નદીએ ન્હાવાનો મહિમા હોય ગોપીઓ સીએનજી રીક્ષા નમ્બર જીજે – ૩૬ યુ- ૫૧૧૮ માં બેસી લજાઈ નજીક આવેલ ભીમનાથ મહાદેવ તરફ જતા હતા ત્યારે અકસ્માતે રીક્ષા પલટી જતા મહિલાઓ ઘાયલ થઈ હતી.

વધુમાં આ અકસ્માતમાં ઘાયલ મહિલાઓને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text