મોરબીમાં લુખ્ખાઓ બેફામ : કારખાનેદાર પિતા -પુત્ર સહિત ૩ લોકો પર નશાખોર છરી વડે તૂટી પડ્યો

- text


નશો કરી કારખાના પાસે ધમપછાડા કરતા શખ્સને સમજાવા જતા તેને ઉશ્કેરાઇને ત્રણ લોકોને ઈજાઓ પહોંચાડી : શહેરમાં કાયદાની કથળતી જતી સ્થિતિ વચ્ચે પોલીસની કામગીરી પર અનેક સવાલો

મોરબી : મોરબીના લીલાપર રોડ પર કારખાનું ધરાવતા પિતા-પુત્ર સહિત ત્રણ લોકો પર નશાખોર શખ્સે છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી છે. નશો કરીને ધમપછાડા કરતા શખ્સને માત્ર સમજાવા જતા તેને ત્રણ લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. હાલ આ ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મોરબીમાં સામાન્ય નાગરિકો પર હુમલાના બનાવો દિન પ્રતિદિન વધતા જઇ રહ્યા છે. શહેરમાં ગુનાખોરીના વધતા જતા પ્રમાણના કારણે પોલીસના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે. લુખ્ખાઓ બેખૌફ ગુનાઓ આચરે છે. ત્યારે પોલીસ પોતાની ધાક બેસાડવામાં તેમજ કાયદાનું પાલન કરવામાં ઉણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભો કરનારો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સે ત્રણ લોકો પર ખુલ્લેઆમ છરી વડે હુમલો કર્યો હતો.

- text

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર ઇન્ડિય ટાઈલસ કંપની નામનું એકમ ધરાવતા નિપુલ ભગવાનજીભાઈ શાહ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે જ્યારે તે તેના પિતા ભગવનજીભાઈ શાહ કારખાને બેઠા હતા ત્યારે કારખાંનના બહાર ના ભાગે જીગર ઉર્ફે જીગો જીલુભાઈ બોરીચા નશાની હાલતમાં તોફાને ચડ્યો હતો જેને કારખાનાં માલિક નિપુલભાઈ સમજવા જતા તે વધુ ઉશ્કેરાયો હતો જેમાં તે કારખાનાં માલિક નિપુલ પાછળ છરી લઇ ને દોડ્યો હતો

જેમાં તેમના પિતા ભગવાનજીભાઈ અને અન્ય એક વ્યક્તિ અશોક લવજીભાઈ વચ્ચે પડતા ત્રણેય પર છરી વડે હુમલો કરતા ત્રણય લોકો ઘવાયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- text