બોલો..શહેરની વચ્ચે નાલા માંથી નીકળ્યો કોલગેસનો કદળો : સફાઈ દરમિયાન રસ્તા પર ઢોળાતા વાહન ચાલકો પરેશાન

- text


નાલાની સફાઈ દરમિયાન નીકળેલ કદળાને ટ્રેક્ટર મારફતે અન્ય સ્થળે ફેંકવાની કામગીરી દરમિયાન રોડ પર દોઢ કીમી સુધી કદળો ઢોળાયો

મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા નાલાની સફાઈ દરમિયાન તેમાંથી કોલગેસનો કદળો નીકળ્યો હતો. જેને પાલિકા તંત્ર ને કાઢવામાં નાકે દામ આવી ગયો હતો. તેમેજ આરોગ્ય માટે અંત્યંત જોખમી એવો કોલગેસનો કદળો શહેરની વચ્ચે આવેલા નાળામાંથી કાઢી તેને ટ્રેકટર મારફતે અન્ય સ્થળે ફેંકવાની કામગીરી દરમિયાન આ કદળો ટ્રેક્ટરમાંથી દોઢ કિમિ સુધી ઢોળાયો હતો. રોડ પર ઢોળાયેલ આ કદળાઓ ના કારણે અનેક ટુ વહીલરો સ્લીપ થયા હતા.

- text

મોરબીના વાવડી રોડ પર પાલિકાએ નાલું સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે નાલામાંથી કોલગેસ જેવો કદળો નીકળતા પાલિકાની ટીમે આ કદળો ટ્રેકટર મારફતે અન્ય સ્થળે ફેંકવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન દોઢ કિલોમીટર સુધી રોડ પર આ કદળો ટ્રેક્ટરમાંથી ઢોળાયો હતો.

રોડ પર ઢોળાયેલા આ કદળાના કારણે અનેક ટુ વહીલરો સ્લીપ થયા હતા. ત્યારે પાલિકાએ રોડ પરથી આ કદળો હટાવવાની કામગિરી હાથ ધરી છે. અતિ દુર્ગંધ મારતો આ કદળો કોલગેસનો હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.

જયારે સામાન્ય રીતે સીરામીક ઝોનમાં દેખાતા સીરામીક ના કોલ ગેસનો કદળો શહેરની વચ્ચે આવેલા નાળામાંથી નીકળતા અનેક ટ્રક વિતર્ક સર્જાયા છે. તેમેજ પૈસા બચાવવા માટે લોકોનું મહામૂલું આરોગ્ય જોખમમાં મુકતા તત્વો સામે ફીટકારની લાગણી વરસી હતી.

- text