મોરબી : સ્મશાન વિવાદને પગલે કલેક્ટર કચેરી પોલિસ છાવણીમાં ફેરવાઈ

- text


ખાનપરના ગ્રામજનો ધરણા પર બેઠા : જિલ્લા સેવા સદનમાં પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો : ચાંપતો બંદોબસ્ત

મોરબી : મોરબીના ખાનપર ગામના સ્મશાનના પ્રશ્નને લઈને તણાવ ભરી સ્થતિ ઉદભવી છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલેક્ટર કચેરીએ ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસના કાફલાને ખડકી દેવામાં આવ્યો છે. હાલ કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે સ્મશાન જમીન વિવાદ મુદ્દે ખાનપરના ગ્રામજનો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ પોહચી ધરણા પર બેસી ગયા છે.

મોરબીના ખાનપર પર ગામે સ્મશાનના પ્રશ્નને લઈને ગઈકાલે અનુ.જાતિના લોકો લાશ સાથે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. માંડ તે મામલો થાળે પડ્યો ત્યાં ગ્રામજનોએ તંત્રના જમીન સોંપણીના નિર્ણય સામે વિરોધ ઉઠાવ્યો હતો. ગઈકાલે ગ્રામજનોએ કરેલા આ વિરોધને પગલે પોલીસે સમયસૂચકતા વાપરી પરિસ્થિતિ વણસે તે પૂર્વે જ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

- text

હાલ આજ ગ્રામજનો તેમજ અનુ.જાતિના લોકો રજુઆત અર્થે જિલ્લા કલેક્ટર કચેરી આવવાના હોય તેવી શક્યતાના આધારે પોલીસ અધિકારી તેમજ પોલીસ જવાનોનો મોટો કાફલો ત્યાં બંદોબસ્તમાં મુકાઈ ગયો છે.

 

- text