રફાળેશ્વર નજીક વિડીમાં કામ રાખનાર શ્રમિકને ધમકી

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક પાનેલી વિડીમાં કામે રાખનાર શ્રમિકને પડધરી તાલુકાના રોઝીયા ગામના બે શખ્સોએ ધમકી આપતા આ મામલે ગુન્હો નોંધાયો છે.

જાણવા મળ્યા મુજબ મોરબીની પાનેલી વિડીમાં મજૂરી કામ કરતા ભરતસિંહ દેવાભાઇ સીંગારા જાતેભીલ ઉ.વ-૩૪ ધંધો-મજુરી રહે.રાજકોટ આજીડેમ ચોકડી જૈન દેરાસરની બાજુમાં નિલેશભાઇ કેશુભાઇ વાઘેલાના લાકડાના ડેલામાં ભાવનગર રોડ જી.રાજકોટ મુળગામ પાડલવા તા,રાણાપુર પો.સ્ટે રાણાપુર જી.જાંબુવા રાજ્ય એમ.પી વાળાને (૧)મનસુખભાઇ ખીમાભાઇ મૈયડ
(૨)સુભાષભાઇ ખીમાભાઇ મૈયડ રહે.બન્ને રોજીયા તા.પડધરી વાળાએ ધમકી આપતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

વધુમાં જાણવા મળ્યા મુજબ આરોપીએ પાનેલી વીડીમાં પુલનીંગનુ કામ રાખેલ હોઇ અને ફરી.એ ઉંચા ભાવે પુલનીંગનુ કામ રાખતા આરોપીએ ઉશકેરાઇ જઇ જેમ ફાવે તેમ ભૂંડાબોલી ગાળો બોલી લાકડાના ધોકા વડે ફરીને હાથે તથા વાંસાના ભાગે મારતા મુંઢ ઇજા કરતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને ગુનામાં મદદગારી મ્હે.જીલ્લા મેજી.સા ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવા મામલે ગુન્હો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text