મોરબીના ટેણીયાની ઇન્ટરનેશનલ ફોટોશૂટ કોન્ટેસ્ટ માટે પસંદગી : વોટિંગ કરવા અનુરોધ

- text


૩.૫ વર્ષનો આયાન રાતડીયા શો ઓફ ક્લિકસનો વોટિંગ રાઉન્ડ જીત્યા બાદ મુંબઈમાં રેમ્પ વોક કરશે : ફાઇનલ રાઉન્ડ પાર કર્યા બાદ સુસ્મિતા સેન સાથે ઇન્ટરનેશનલ ફોટો શૂટ

https://www.showoffclicks.com/vote/34466  પર જઈને આયાન રાતડીયાને વોટ આપવા અપીલ

મોરબી : મોરબીના ૩.૫ વર્ષના ટેણીયા આયાન રાતડિયાની ઇન્ટરનેશનલ ફોટોશૂટ કોમ્પિટિશન માટે પસંદગી થઈ છે. કોમ્પિટિશનના પ્રથમ વોટિંગ રાઉન્ડમાં આ ભૂલકાએ જબરું આકર્ષણ જમાવ્યું છે. મોરબીનો ટેણીયો જો આ રાઉન્ડ પાર કરશે તો આગળ મુંબઇમાં રેમ્પ વોક અને ત્યારબાદ સુસ્મિતા સેન સાથે ઇન્ટરનેશનલ ફોટોશૂટનો મોકો મળશે. ૧૦મી મેં સુધી વોટિંગ લાઈન ખુલ્લી રહેશે. ત્યારે વધુમાં વધુ વોટ આપવા નગરજનોને અનુરોધ કરાયો છે.

મોરબીના શનાળા રોડ પર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા સંજયભાઈ રાતડીયા અને કીર્તિબેન રાતડીયાના ૩.૫ વર્ષના પુત્ર આયાન રાતડીયાની ઇન્ટરનેશનલ ફોટોશૂટ કોમ્પિટિશન શો ઓફ ક્લિકસ માટે પસંદગી થઈ છે. હાલ પ્રથમ રાઉન્ડ વોટીંગનો છે. જે રાઉન્ડ ૧૦મી મેં સુધી ચાલશે. આ રાઉન્ડ પાર કર્યા બાદ મુંબઈમાં રેમ્પ વોક કોમ્પિટિશન યોજાશે. બાદમાં કેટેગરી વાઇઝ વિવિધ કોમ્પિટિશન યોજવામાં આવશે. અંતિમ રાઉન્ડ પાર કર્યા બાદ વિજેતા બાળકોનું સુસ્મિતા સેન સાથે ઇન્ટરનેશનલ ફોટોશૂટ થશે.

- text

પ્રથમ રાઉન્ડમાં હાલ ૬૦ બાળકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના માત્ર બે જ બાળક છે. જેમાં એક મોરબીનો આયાન રાતડીયા છે. પ્રથમ રાઉન્ડ બાદ કેટેગરી વાઇઝ કોમ્પિટિશન યોજાશે. જેમાં ૦ થી ૨, ૨ થી ૫ , ૫ થી ૮ અને ૮ થી ૧૬ આમ ૪ કેટેગરી રાખવામાં આવી છે. સુસ્મિતા સાથે ઇન્ટરનેશનલ ફોટોશૂટ માટે અંતે દરેક કેટેગરીમાંથી ૩ બાળકોની પસંદગી કરવામાં આવશે.

ઇન્ટરનેશનલ ફોટો શૂટમાં પસંદગી પામેલા બાળકો માટે મોડેલિંગ જગતના દરવાજા ખુલ્લા થશે. ત્યારે આ કોમ્પિટિશનમાં મોરબીના ૩.૫ વર્ષના આયાનને વધુમાં વધુ વોટ આપવા માટે નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. ૧૦ મી મેં સુધી વોટિંગ લાઈન ખુલ્લી રહેશે.

https://www.showoffclicks.com/vote/34466  પર જઈને આયાન રાતડીયાને વોટ આપી શકાશે. આ લિંક પર જઈને મોબાઈલ નંબર નાખ્યા બાદ તેમાં દર્શાવેલ ફોટા મુજબ જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ એક ઓટીપી નંબર મળશે. આ ૬ આંકડાનો ઓટીપી નંબર નાખી આયાનને અંતિમ વોટ આપી શકાશે. મોરબીના ગૌરવ સમી ઉગતી પ્રતિભાને વધુમાં વધુ વોટ આપવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text